Gujarat માં ગરમીનો હાહાકાર! અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર
- Gujarat માં ગરમી અને ઉકળાટ યથાવત
- મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે નોંધાયું
- રાત્રે ગરમ પવનના કારણે ઉકળાટમાં વધારો
- અમદાવાદમાં 43.2 ડિગ્રી સાથે ગરમીનો કહેર
- સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી સૌથી વધુ તાપમાન
Gujarat Weather Update : સમગ્ર ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી (Scorching Heat) અને અસહ્ય ઉકળાટનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન (Maximum Temperature) 40 થી 43 ડિગ્રીની વચ્ચે નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. દિવસના આકરા તડકા બાદ રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાવાને કારણે ઉકળાટમાં સતત વધારો થઈ રહ્યો છે.
Gujarat માં ગરમી અને ઉકળાટ યથાવત
હવામાન વિભાગના આંકડા મુજબ, સુરેન્દ્રનગર (Surendranagar) 43.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં પણ ગરમીનો ભયાનક કહેર જોવા મળ્યો હતો, જ્યાં પારો 43.2 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. રાજકોટમાં 43 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીમાં શેકાયા હતા.
ભુજ-કંડલામાં ગરમીનો કહેર
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અન્ય શહેરોમાં પણ સ્થિતિ ગંભીર છે. અમરેલીમાં 42.5 ડિગ્રી, વિદ્યાનગરમાં 42 ડિગ્રી અને ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કચ્છના ભુજમાં 41 ડિગ્રી અને કંડલામાં 42 ડિગ્રી ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. ગરમીના આ આકરા સ્પેલને કારણે આરોગ્ય વિભાગ દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad માં IPL મેચના દિવસે મેટ્રોમાં નોંધાઈ અત્યાર સુધીની સૌથી વધુ ભીડ, આંકડો જાણી ચોંકી જશો!


