Gujarat માં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થશે! જાણો હવામાન વિભાગની આગાહી
- Gujarat માં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે
- હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ
- 19 અને 20 એપ્રિલે મધ્યમ વરસાદની શક્યતા
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ખેડૂતોએ તાજેતરમાં જ કમોસમી વરસાદનો માર સહન કર્યા બાદ હવે વધુ એક આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ધગધગતા ઉનાળા વચ્ચે જ હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદ (Unseasonal Rain ) પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું (Dry) રહેશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો (Temperature mercury) ઊંચો રહેવાની શક્યતા છે, જેના કારણે નાગરિકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી શકે છે. જોકે, આ ગરમીની વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે.
ખેડૂતો માટે ચિંતાન સમાચાર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવવાની સંભાવના છે. ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
19 અને 20 એપ્રિલે પડી શકે છે વરસાદ
હવામાન વિભાગના મતે આગામી 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમ વરસાદ (Moderate Rainfall) પડી શકે છે. આ બે દિવસો દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે. ખાસ કરીને બપોર પછીના સમયે વાતાવરણમાં પલટો આવવાની વધુ શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ
આ આગાહી મુજબ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વરસાદી માહોલ (Rainy Atmosphere) જોવા મળશે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ હળવા વરસાદી ઝાપટાં (Rain Showers) પડી શકે છે. પંચમહાલ પટ્ટાના દાહોદ અને મહીસાગર પંથકમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ શું તમારી સોસાયટીની લિફ્ટ સુરક્ષિત છે? Vapi ની આ ઘટના જોઈ રૂંવાડા ઉભા થઈ જશે


