Gujarat Winter : રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ! અહીં Cold Wave ની આગાહી
- ગુજરાતમાં કડકડતી ઠંડીનું જોર વધ્યું (Gujarat Winter)
- ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં પગલે ઠંડીમાં વધારો
- રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી
Gujarat Winter : ગુજરાતમાં છેલ્લા અમુક દિવસથી ઠંડી કહેર વર્તાવી રહી છે. રાજ્યમાં કડકડતી ઠંડીનાં પગલે જનજીવન પ્રભાવિત થયું છે. લોકો તાપણી અને ગરમ પાણીનાં સહારે થયા છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા (Heavy Snowfall) થતાં તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની સંભાવના છે. જ્યારે, રાજકોટમાં (Rajkot) કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો - SURAT માં એક વ્યક્તિની 4 આંગળીઓ થઇ ગુમ, પોલીસ પણ કેસ જાણીને ગોથે ચડી
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) December 12, 2024
ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે રાજ્યમાં ઠંડીનો પ્રકોપ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો લોકો હાલ અનુભવ કરી રહ્યા છે. સવારે અને રાતે કડકડતી ઠંડીનાં કારણે રોડ-રસ્તા સુમસામ થતાં કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળે છે. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર, રાજકોટ, વડોદરા, અમરેલી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને બર્ફીલા પવનને કારણે ગુજરાતમાં (Gujarat Winter) તેની અસર જોવા મળી રહી છે અને મોટાભાગનાં જિલ્લાઓમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad: વિદ્યાર્થીઓના મનમાંથી ડર દૂર કરવા માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) December 12, 2024
રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરાઈ
હવામાન વિભાગે (Meteorological Department) રાજકોટમા કોલ્ડ વેવની આગાહી કરી છે. સાથે જ હાડ થીજવતી ઠંડીમાં કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરી છે. રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી, રાજકોટમાં 9.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, અમરેલીમાં 12.4 ડિગ્રી, દ્વારકામાં 15.2 ડિગ્રી, સુરતમાં 15.2 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી અને નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડી શહેર બન્યું છે.
આ પણ વાંચો - AMC દ્વારા ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં કરાયો વધારો, શું મહાનગરપાલિકા તિજોરી ભરવા માંગે છે?