ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતી કલાકાર હેપ્પી ભાવસારનું નિધન

ગુજરાતી કલાકાર હેપ્પી ભાવસારનું 45 વર્ષની વયે અવસાન થયું છે. ફેફસાના કેન્સરના કારણે બુધવારે મોડી રાત્રે તેમનું અવસાન થયુ હતું.  તેમના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. પ્રાપ્ત માહિતી મુજબ હેપ્પી ભાવસારની 24 ઓગષ્ટે તબિયત બગડી હતી. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તેઓ નાટક અને ફિલ્મના ઉમદા કલાકાર હતા. 2015માં તેમણે પ્રેમજી ફિલ્મથી ફિલ્
06:20 AM Aug 25, 2022 IST | Vipul Pandya
ગુજરાતી કલાકાર હેપ્પી ભાવસારનું 45 વર્ષની વયે અવસાન થયું છે. ફેફસાના કેન્સરના કારણે બુધવારે મોડી રાત્રે તેમનું અવસાન થયુ હતું.  તેમના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. પ્રાપ્ત માહિતી મુજબ હેપ્પી ભાવસારની 24 ઓગષ્ટે તબિયત બગડી હતી. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તેઓ નાટક અને ફિલ્મના ઉમદા કલાકાર હતા. 2015માં તેમણે પ્રેમજી ફિલ્મથી ફિલ્
ગુજરાતી કલાકાર હેપ્પી ભાવસારનું 45 વર્ષની વયે અવસાન થયું છે. ફેફસાના કેન્સરના કારણે બુધવારે મોડી રાત્રે તેમનું અવસાન થયુ હતું.  તેમના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. 
પ્રાપ્ત માહિતી મુજબ હેપ્પી ભાવસારની 24 ઓગષ્ટે તબિયત બગડી હતી. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તેઓ નાટક અને ફિલ્મના ઉમદા કલાકાર હતા. 2015માં તેમણે પ્રેમજી ફિલ્મથી ફિલ્મમાં અભિનયની શરુઆત કરી હતી. હેપ્પી ભાવસારનો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેમણે એચ.કે આર્ટસ કોલેજમાંથી અભિનયની શરુઆત કરી હતી. તેમણે કોલેજ કાળમાં અનેક નાટકો કર્યા હતા. કોલેજમાં મહાત્મા બોમ્બ નાટક માટે તેમને બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. દૂરદર્શનની શ્યામલી ફિલ્મમાં તેમનું લજ્જાનું પાત્ર જાણીતુ બન્યું હતું. તેમણે ગ્રેજ્યુએશન કર્યા બાદ ઓડિયો વિઝ્યુઅલનો કોર્સ પણ કર્યો હતો અને ડ્રામાની ડિગ્રી પણ મેળવી હતી. 
હેપ્પી ભાવસારના પ્રિત પિયુ ને પાનેતર નાટકના 500થી વધુ શો થયા છે. શોર્ટ ફિલ્મ મહોતુમાં પણ હેપ્પી ભાવસારે ભૂમિકા ભજવી હતી. તેમણે મોન્ટુની બિટ્ટુ, 21મું ટિફીન અને મૃગતુષ્ણા સહિત ફિલ્મોમાં કામ કર્યું હતું.  કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો નાટકમાં તેમને બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ ખુબ જ સારા વોઇસ ઓવર આર્ટિસ્ટ હતા અને અનેક અવાજ કાઢી શકતા હતા. તેમણે અઢી મહિના પહેલાં જ ટ્વિન્સ દિકરીઓને જન્મ આપ્યો હતો. તેમના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. 
Tags :
ArtistGujaratGujaratFirstHappyBhavsar
Next Article