Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat News : આજે 3 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારે કકળાટ જોવા મળ્યો તથા અમદાવાદમાં AMC દ્વારા ફૂડ વિભાગની ફૂડ એકમો સામે કડક કાર્યવાહી તેમજ અમદાવાદ સૈજપુર બોઘામાં શહીદ ગોપાલસિંહ ભદોરીયા ચોક વિવાદ વકર્યો અને અમદાવાદ રિવરફ્રન્ટના વધુ 2 પ્લોટનું વેચાણ કરાશે તથા અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ક્લીન એર પ્રયાસ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 3 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 3 ફેબ્રુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારે કકળાટ જોવા મળ્યો તથા અમદાવાદમાં AMC દ્વારા ફૂડ વિભાગની ફૂડ એકમો સામે કડક કાર્યવાહી તેમજ અમદાવાદ સૈજપુર બોઘામાં શહીદ ગોપાલસિંહ ભદોરીયા ચોક વિવાદ વકર્યો અને અમદાવાદ રિવરફ્રન્ટના વધુ 2 પ્લોટનું વેચાણ કરાશે તથા અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ક્લીન એર પ્રયાસ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારે કકળાટ જોવા મળ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારે કકળાટ જોવા મળ્યો છે. જેમાં સંગઠનમાં વર્ચસ્વ જમાવવા નેતાઓ વચ્ચે અંદરખાને જંગ છે. કોંગ્રેસ સંગઠનમાંથી ભરતસિંહ સોલંકી જૂથની બાદબાકી થઇ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નેતાઓમાં ખેંચતાણ શરૂ થઇ છે. હાઈકમાન્ડ દ્વારા નવા શક્તિપ્રદર્શનની તૈયારીઓ શરૂ છે. તથા નામો ફાઇનલ થાય તે પહેલા જ સંગઠનમાં વિવાદ વકર્યો છે. કોંગ્રેસમાં અંદરોઅંદર અસંતોષ અને નારાજગી વધી છે. તથા ગુજરાત કોંગ્રેસની જૂથબંધી ફરી ખુલ્લેઆમ સામે આવી છે.

Advertisement

અમદાવાદમાં AMC દ્વારા ફૂડ વિભાગની ફૂડ એકમો સામે કડક કાર્યવાહી

અમદાવાદમાં AMC દ્વારા ફૂડ વિભાગની ફૂડ એકમો સામે કડક કાર્યવાહી કરી છે. શહેરમાં જાન્યુઆરી માસમાં ખાદ્ય પદાર્થોના કુલ 570 નમૂના લેવાયા છે. જેમાં 1485 એકમોમાં તપાસ હાથ ધરી અનેક એકમો સીલ કરાયા છે. પાણીપુરીના 1319 નમૂનામાંથી 291માં હાનિકારક કલર મળ્યો છે. તથા 1126 કિલો અને 1318 લીટર બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરાયો છે. તથા શિયાળુ પાક, દૂધ અને મીઠાઈ સહિતની ચીજોના નમૂના લેવાયા છે. મસાલા, નમકીન અને બેકરી પ્રોડક્ટ્સમાં પણ સઘન ચેકિંગ કરાયું છે. તમામ ઝોનમાં ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ પર તંત્રની લાલ આંખ છે.

અમદાવાદ સૈજપુર બોઘામાં શહીદ ગોપાલસિંહ ભદોરીયા ચોક વિવાદ વકર્યો

અમદાવાદ સૈજપુર બોઘામાં શહીદ ગોપાલસિંહ ભદોરીયા ચોક વિવાદ વકર્યો છે. જેમાં ચાર વર્ષ પહેલા સુહાના હોટલ પાસે ચોકનું નામકરણ થયું હતું. તેમાં ચોકનું ફરીથી નવું નામકરણ કરવા આયોજન થયું હતું. શહીદના પરિવારે અપમાન ગણાવી વિરોધ નોંધાવ્યો છે. તથા પરિવારે મનપા સામે આમરણ ઉપવાસની ચીમકી આપી હતી. મેયરનો નામાભિધાન કાર્યક્રમ તાત્કાલિક રદ કરવામાં આવ્યો છે.

અમદાવાદ રિવરફ્રન્ટના વધુ 2 પ્લોટનું વેચાણ કરાશે

અમદાવાદ રિવરફ્રન્ટના વધુ 2 પ્લોટનું વેચાણ કરાશે. જેમાં રિવરફ્રન્ટ પશ્ચિમના તરફ વલ્લભસદન નજીકના પ્લોટનું વેચાણ કરશે. SRFDCL ની બોર્ડ બેઠકમાં વધુ 2 પ્લોટના વેચાણ માટે નિર્ણય લેવાશે. ટેન્ડર પદ્ધતિથી વેચાણ કરવામાં આવશે. પ્લોટના વેચાણથી SRFDCL ને કરોડોની આવક થશે.

અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ક્લીન એર પ્રયાસ

અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ક્લીન એર પ્રયાસ છે. જેમાં AMC દ્વારા 9 હોટસ્પોટ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ કરાશે. હોટસ્પોટથી હેલ્થસ્પોટ તરફ એર ક્વોલિટી મેનેજમેન્ટ કરાશે. હોટસ્પોટમાં પિરાણા, રખિયાલ, રાયખડ, બોપલ, વટવા, મણિનગરનો સમાવેશ થશે. 16 મિસ્ટ મશીનો અને 62 રોડ સ્વીપર મશીનો ઉપયોગ થશે. તેમજ 140 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ડસ્ટ સેન્સર સ્થાપિત કરાયા છે. તથા AMC 20,000 ચોરસ મીટર સાઇટ્સ પર CCTV ફરજિયાત કરાશે. તેમજ 2024-25માં 1.71 કરોડ પેનલ્ટી વસૂલી કરી છે.

Tags :
Advertisement

.

×