Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat News : આજે 5 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં ચોરીના મામલે ચકચાર તથા જૂનાગઢની વિસાવદર નગરપાલિકામાં બબાલ થઇ છે. જેમાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે ઝપાઝપી થઇ તેમજ રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ થયો છે. જેમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો આરોપ તથા બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના આગેવાનોનો વિરોધ છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 5 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement
  • આજે 5 ફેબ્રુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં ચોરીના મામલે ચકચાર તથા જૂનાગઢની વિસાવદર નગરપાલિકામાં બબાલ થઇ છે. જેમાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે ઝપાઝપી થઇ તેમજ રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ થયો છે. જેમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો આરોપ તથા બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના આગેવાનોનો વિરોધ છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં ચોરીના મામલે ચકચાર

રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં ચોરીના મામલે ચકચાર મચી છે. 11 થેલા ભરીને ચોર 1.62 કરોડની 140 કિલો ચાંદી લઈ ગયા છે. ચોરો ક્રેટા કાર લઈને ચોરી કરવા આવ્યા હતા. કાર છેલ્લે ભાવનગર રોડ ત્રંબા પાસે જોવા મળી હોવાનું અનુમાન છે. પરિવાર સૂતો હતો તે દરમિયાન ચોરોએ ઘટનાને અંજામ આપ્યો હતો.

Advertisement

જૂનાગઢની વિસાવદર નગરપાલિકામાં બબાલ થઇ

જૂનાગઢની વિસાવદર નગરપાલિકામાં બબાલ થઇ છે. જેમાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે ઝપાઝપી થઇ છે. પાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં બબાલ કરી છે. શહેરના વિકાસ કામ માટે બબાલ થઈ હોવાની શક્યતા છે. ઉપપ્રમુખે ચીફ ઓફિસરને છરી બતાવ્યાનો આક્ષેપ કર્યો છે. તથા ઉપપ્રમુખ અને નગરસેવક સંબંધીએ મારી નાખવાની રાવ છે. બન્નેએ સામસામે પોલીસ મથકમાં અરજી આપી છે. પોલીસે બંને પક્ષની અરજીના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ થયો

રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ થયો છે. જેમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો આરોપ છે. તેમાં ABVP અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. હલકી ગુણવત્તાનું ભોજન આપતા હોવાનો દાવો છે. પીવાનું પાણી પણ ગંદુ આવતું હોવાનો દાવો છે. વારંવાર લિફ્ટ બંધ થઇ જતા વિરોધ કર્યો છે. રેક્ટરને અનેકવાર ફરિયાદ કરી છતાં પરિણામ શૂન્ય છે.

બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના આગેવાનોનો વિરોધ

બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના આગેવાનોનો વિરોધ છે. પડતર માગણીઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપશે. સર્વે, તળાવ ભરવા સહિત મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવશે.

પાટણના અડિયામાં લેઉવા પાટીદાર સમાજનો સમૂહ લગ્નોત્સવ

પાટણના અડિયામાં લેઉવા પાટીદાર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં 30મા સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ CM ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે. સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજની વાડીમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડાના કપડવંજની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડાના કપડવંજની મુલાકાતે છે. ખેડાના કપડવંજમાં CHC સેન્ટરનું લોકર્પણ કરવામાં આવશે. તથા CM ભૂપેન્દ્રભાઈ પટેલ ફાગવેલ તાલુકા કચેરીનું લોકર્પણ કરશે.

સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાણીની ડોલમાં પડતા બાળક મોતને ભેટ્યું છે. ઊંધા માથે પડતા બાળકનો શ્વાસ રૂંધાવાથી મોત થયુ છે. જેમાં પરિવાર બાળકને સારવાર માટે સિવિલ લઈ આવ્યો હતો. સિવિલમાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યું છે. તેમાં બે વર્ષના રેહાનના મોતના પગલે પરિવાર શોકમાં છે. બાળકના મોતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×