Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News : આજે 6 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : અમદાવાદ ગ્રામ્યના દેત્રોજમાં ACBની સફળ ટ્રેપ થઇ છે. જેમાં તલાટી કમ મંત્રી અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા તથા રાજકોટ શહેરમાં ત્રણ માસથી બાઇક ચોરી કરતા સગીર સહિત બેને ઝડપી પાડ્યા છે તેમજ રાજકોટમાં રખડતા ઢોર મામલે મનપા તંત્ર નિષ્ક્રિય છે. પુષ્કરધામ રોડ પર રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ તેમજ દ્વારકામાં મોરારી બાપુની રામ કથામાં પબુભા માણેક પહોંચ્યા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 6 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement
  • આજે 6 ફેબ્રુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અમદાવાદ ગ્રામ્યના દેત્રોજમાં ACBની સફળ ટ્રેપ થઇ છે. જેમાં તલાટી કમ મંત્રી અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા તથા રાજકોટ શહેરમાં ત્રણ માસથી બાઇક ચોરી કરતા સગીર સહિત બેને ઝડપી પાડ્યા છે તેમજ રાજકોટમાં રખડતા ઢોર મામલે મનપા તંત્ર નિષ્ક્રિય છે. પુષ્કરધામ રોડ પર રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ તેમજ દ્વારકામાં મોરારી બાપુની રામ કથામાં પબુભા માણેક પહોંચ્યા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

અમદાવાદ ગ્રામ્યના દેત્રોજમાં ACBની સફળ ટ્રેપ થઇ

અમદાવાદ ગ્રામ્યના દેત્રોજમાં ACBની સફળ ટ્રેપ થઇ છે. જેમાં તલાટી કમ મંત્રી અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા છે. 9800 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાયા છે. 7 મકાનોની આકારણીના કામે લાંચ માંગી હતી. એક મકાનના 1600 વેરા પેટે અને 1400 લાંચના માંગ્યા હતા. કુલ 21 હજારની માંગણી કરી હતી. 7 મકાનના 11,200 વેરા પેટે અને 9800 લાંચ લેતા ઝડપાયા છે.

Advertisement

રાજકોટમાં ત્રણ માસથી બાઇક ચોરી કરતા સગીર ઝડપાયા

રાજકોટ શહેરમાં ત્રણ માસથી બાઇક ચોરી કરતા સગીર સહિત બેને ઝડપી પાડ્યા છે. જેમાં આજીડેમ પોલીસ દ્વારા બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાસ કર્યો છે. સગીર આરોપી પાસે બાઇક ચોરી કરાવવામાં આવતી હતી. જૂનાગઢના બીલખાનો સરફરાઝ બાઈક સસ્તામાં વહેંચી નાખતો. આજીડેમ પોલીસે રાજકોટમાંથી 14 બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સગીર આરોપી મોટાભાગે હેન્ડલ લોક વગરના બાઈકની ચોરી કરતો હતો.

Advertisement

રાજકોટમાં રખડતા ઢોર મામલે મનપા તંત્ર નિષ્ક્રિય

રાજકોટમાં રખડતા ઢોર મામલે મનપા તંત્ર નિષ્ક્રિય છે. પુષ્કરધામ રોડ પર રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ છે. રખડતા ઢોરને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે. પુષ્કરધામ રોડ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં હાઈકોર્ટની ટકોર છતાં ઢોર પકડવા મામલે નિષ્ક્રિયતા જોવા મળી છે.

દ્વારકામાં મોરારી બાપુની રામ કથામાં પબુભા માણેક પહોંચ્યા

દ્વારકામાં મોરારી બાપુની રામ કથામાં પબુભા માણેક પહોંચ્યા છે. જેમાં એક સમયે પબુભા માણેક-મોરારી બાપુ વચ્ચે વિવાદ ગરમાયો હતો. પબુભા માણેકે મોરારી બાપુને ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી છે. સંતોની હાજરીમાં બંનેની મુલાકાતે વિવાદનો અંત આવ્યો છે.
દ્વારકામાં અગાઉના હુમલાના વિવાદ પર પડદો પડ્યો છે. જુના વિવાદ પર પૂર્ણ વિરામ મૂકાયો તેવા સંકેત મળ્યા છે.

ધોરણ 11-12માં શિક્ષક ભરતી માટે યોગ્યતા પરીક્ષા 29 માર્ચે લેવાશે

ધોરણ 11-12માં શિક્ષક ભરતી માટે યોગ્યતા પરીક્ષા 29 માર્ચે લેવાશે. 10થી 19 ફેબ્રુઆરી સુધી પરીક્ષા ચાલશે. CBSE શાળાઓમાં શિક્ષક બનવા CTET પરીક્ષા યોજાય છે. 7 અને 8 માર્ચે CTET પરીક્ષા લેવાશે. 27 લાખથી વધુ ઉમેદવારો CTETમાં નોંધાયા છે.

રાજકોટમાં 140 કિલો ચાંદી ચોરી કેસમાં તપાસ તેજ થઇ

રાજકોટમાં 140 કિલો ચાંદી ચોરી કેસમાં તપાસ તેજ થઇ છે. 5 અલગ અલગ ટીમોને અન્ય રાજ્યોમાં મોકલી છે. ઘરમાં તપાસ કરતા 100 કિલો ચાંદી બચી ગઈ છે. ચોરીમાં વપરાયેલ કાર પોલીસને ગોથે ચડાવી છે. કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી. કાર જુદા જુદા વિસ્તારમાં ફરી હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×