Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat News : આજે 7 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : અમદાવાદના વટવા વિસ્તારમાં ભેખડ ધસતા એકનું મોત થયુ છે. જેમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાત લેશે. સોમનાથ મંદિરમાં જગદીશભાઈ વિશ્વકર્મા ધ્વજા ચડાવશે તેમજ PM મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ તેજ થઇ છે. જેમાં વડાપ્રધાન મોદી ગાંધીનગર મેટ્રોમાં સવારી કરશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 7 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 7 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અમદાવાદના વટવા વિસ્તારમાં ભેખડ ધસતા એકનું મોત થયુ છે. જેમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાત લેશે. સોમનાથ મંદિરમાં જગદીશભાઈ વિશ્વકર્મા ધ્વજા ચડાવશે તેમજ PM મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ તેજ થઇ છે. જેમાં વડાપ્રધાન મોદી ગાંધીનગર મેટ્રોમાં સવારી કરશે તથા ભરૂચના બાવન ગામ આદિવાસી સ્મશાનમાં હોબાળો થયો છે. જેમાં મેલડી માતાજીની મૂર્તિને અજાણ્યા ઈસમોએ ખંડીત કરી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

અમદાવાદના વટવા વિસ્તારમાં ભેખડ ધસતા એકનું મોત થયુ

અમદાવાદના વટવા વિસ્તારમાં ભેખડ ધસતા એકનું મોત થયુ છે. જેમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી હતી. સેફ્ટીના સાધનો વગર કામગીરી થયા હોવાના આક્ષેપ છે. તેમાં સેફ્ટી બેલ્ટ વિના ઊંડી ગટરની કામગીરી ચાલતી હોવાના આક્ષેપ છે.

Advertisement

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાત લેશે

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાત લેશે. સોમનાથ મંદિરમાં જગદીશભાઈ વિશ્વકર્મા ધ્વજા ચડાવશે. સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના જગદીશભાઈ વિશ્વકર્મા કરશે. ગીરસોમનાથ જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો હાજર રહેશે. VIP ગેસ્ટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરશે.

PM મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ તેજ થઇ

PM મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ તેજ થઇ છે. જેમાં વડાપ્રધાન મોદી ગાંધીનગર મેટ્રોમાં સવારી કરશે. મહાત્મા મંદિર સુધી મેટ્રોમાં વડાપ્રધાન સવારી કરશે. PM મોદીના આગમન પહેલા તૈયારીઓ તેજ કરાઈ છે.

ભરૂચના બાવન ગામ આદિવાસી સ્મશાનમાં હોબાળો થયો

ભરૂચના બાવન ગામ આદિવાસી સ્મશાનમાં હોબાળો થયો છે. જેમાં મેલડી માતાજીની મૂર્તિને અજાણ્યા ઈસમોએ ખંડીત કરી છે. તેમજ કુકરવાડા પાસે માતાજીની મૂર્તિના બે હાથ તોડતા સ્થાનિકોમાં રોષ છે. ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશનો માહોલ છે. આદિવાસી સમાજે પોલીસને જાણ કરી કાર્યવાહીની માગ કરી છે. સ્મશાનમાં મૂર્તિ ખંડીત કરીને અશાંતિ ફેલાવવાનું કોનું કાવતરૂ?

રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે SOGનું સઘન ચેકિંગ

રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે SOGનું સઘન ચેકિંગ છે. જેમાં ડ્રગ્સ ડિટેક્ટિવ કીટ સાથે SOG દ્વારા સઘન તપાસ થઇ છે. તથા ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ SOG ટીમની તપાસ કરી રહી છે. વાહનચાલકો અને શંકાસ્પદ શખ્સોની તપાસ સાથે બહારગામથી આવતા રાહદારીઓનું પણ ચેકીંગ થઇ રહ્યું છે.

રાજકોટમાં આવારા તત્વો બેફામ બન્યા

રાજકોટમાં આવારા તત્વો બેફામ બન્યા છે. કટારીયા ચોકડી પાસે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તેમાં ધોકા-પાઈપ હથિયારો સાથે 4થી 5 લોકોએ ધમાલ કરી છે. અસામાજિક તત્વોએ પથ્થરથી પણ હુમલા કર્યા છે. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. તથા અસામાજિક તત્વોને કાયદાનો ભય રહ્યો નથી.

Tags :
Advertisement

.

×