Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat News : આજે 23 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : રાજકોટ શહેર બાદ જિલ્લામાં સ્કૂલવાન ચાલકે બાળકી સાથે અડપલા કર્યા છે. જેમાં વિંછીયામાં સ્કૂલવાન ચાલકે પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કર્યા તથા સુરેન્દ્રનગરના વસ્તડી-ચુડાને જોડતો બ્રીજ નવો બનાવાશે. જેમાં કામગીરી માટે વડોદ ડેમનું લેવલ 73 મીટર લાવવામાં આવશે તેમજ કચ્છના લખપત તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. નારાયણ સરોવર, વર્માનગર કોરિયાણી, કપુરાશીમાં વરસાદ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 23 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 23 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : રાજકોટ શહેર બાદ જિલ્લામાં સ્કૂલવાન ચાલકે બાળકી સાથે અડપલા કર્યા છે. જેમાં વિંછીયામાં સ્કૂલવાન ચાલકે પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કર્યા તથા સુરેન્દ્રનગરના વસ્તડી-ચુડાને જોડતો બ્રીજ નવો બનાવાશે. જેમાં કામગીરી માટે વડોદ ડેમનું લેવલ 73 મીટર લાવવામાં આવશે તેમજ કચ્છના લખપત તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. નારાયણ સરોવર, વર્માનગર કોરિયાણી, કપુરાશીમાં વરસાદ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

રાજકોટ શહેર બાદ જિલ્લામાં સ્કૂલવાન ચાલકે બાળકી સાથે અડપલા કર્યા

રાજકોટ શહેર બાદ જિલ્લામાં સ્કૂલવાન ચાલકે બાળકી સાથે અડપલા કર્યા છે. જેમાં વિંછીયામાં સ્કૂલવાન ચાલકે પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કર્યા છે. બાળકી સ્કૂલે જવાનીના પાડતા પરિવારે બાળકીને સમજાવી છે. પરિવાર બાળકીને લઈ સીધો વિંછીયા પોલીસ મથક પહોંચ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે સ્કૂલવાન ચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

સુરેન્દ્રનગરના વસ્તડી-ચુડાને જોડતો બ્રીજ નવો બનાવાશે

સુરેન્દ્રનગરના વસ્તડી-ચુડાને જોડતો બ્રીજ નવો બનાવાશે. જેમાં કામગીરી માટે વડોદ ડેમનું લેવલ 73 મીટર લાવવામાં આવશે. ભોગાવો નદીમાં પાણી છોડી ડેમનું લેવલ 73 મીટર કરાશે. વડોદ ડેમના 2 દરવાજા 0.50 ફૂટ ખોલવામાં આવશે. અંદાજે 500 ક્યુસેક પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવશે. લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તાકીદ કરાઈ છે. પશુપાલકોને પણ પશુઓ નહી લઈ જવા સૂચનાઓ અપાઈ છે.

કચ્છના લખપત તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો

કચ્છના લખપત તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. નારાયણ સરોવર, વર્માનગર કોરિયાણી, કપુરાશીમાં વરસાદ છે. માવઠાથી ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા ફેલાઈ છે. એરંડા, ઘઉં, કેરી સહિતના પાકને નુકસાન થયુ છે. રાત્રી દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં અખંડ ભારતના શિલ્પીનું અપમાન

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં અખંડ ભારતના શિલ્પીનું અપમાન થયુ છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી અપમાન કર્યું છે. અસામાજિક તત્વોની શરમજનક હરકત સામે આવી છે. જેમાં અમદાવાદ રોડ પર આવેલી નેહરુ ચોકડી વિસ્તારની ઘટના છે. તેમાં લોખંડી પુરુષના અપમાનથી દહેગામના લોકોમાં ભારે રોષ છે. તથા CCTVના આધારે ગુનેગારોને શોધી કડક કાર્યવાહીની માગ ઉઠી છે.

જેકોબ કંપનીએ અનંત અંબાણી માટે રૂ.12.5 કરોડની ઘડિયાળ બનાવી

જેકોબ કંપનીએ અનંત અંબાણી માટે રૂ.12.5 કરોડની ઘડિયાળ બનાવી છે. જેમાં વનતારાની થીમ પર ઘડિયાળ બનાવી જેકોબ કંપનીએ ગિફ્ટ કરી છે. રૂ.12.5 કરોડની 'ઓપેરા વનતારા ગ્રીન કેમો' વોચ બનાવાઈ છે. 400 કિંમતી રત્નો સાથે ઘડિયાળ બનાવવામાં આવી છે. જેમાં 21.98 કેરેટ હીરા અને 3D સિંહ-વાઘની શાનદાર કળા જોવા મળે છે. વન્યજીવ બચાવ અને સંરક્ષણ પ્રોજેક્ટ વનતારાથી પ્રેરિત છે. ઘડિયાળમાં ડાયલ પર હાથી અને બંગાળી વાઘ સાથો સાથ વનતારાનું રક્ષણ કરે છે તે પ્રકરનું દ્રશ્ય છે.

મનરેગાના નામ બદલવાને લઈ રાજકારણ તેજ થયુ

મનરેગાના નામ બદલવાને લઈ રાજકારણ તેજ થયુ છે. કોંગ્રેસના ભારે વિરોધ બાદ ભાજપ એક્શનમાં આવ્યું છે. જેમાં યોજનાના લાભ લોકો સુધી ભાજપ પહોંચાડશે. ઘરે ઘરે જઈને 'VB-G RAM G'ના ફાયદા બતાવશે. જન જાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં કાર્યશાળાનું આયોજન છે. તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે. તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહેશે.

સુરતના તડકેશ્વર ખાતે ટાંકી તૂટી પડવાના મામલે 8 આરોપીઓ માંડવી કોર્ટમાં રજૂ

સુરતના તડકેશ્વર ખાતે ટાંકી તૂટી પડવાના મામલે તમામ 8 આરોપીઓને માંડવી કોર્ટમાં રજૂ કરાયા છે. તપાસ અધિકારીએ 18 મુદ્દાનો રિપોર્ટ રજૂ કર્યો છે. મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી છે. કોર્ટે તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો સહિત 8 લોકોની ધરપકડ કરી છે.

Tags :
Advertisement

.

×