Gujarat News : આજે 25 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 25 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગુજરાત રાજયમાં શીત લહેર જોવા મળી છે. જેમાં 24 કલાકમાં તાપમાનમાં 5.3 ડિગીનો ઘટાડો થયો તથા અમદાવાદ ધોળકામાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી તેમજ અંબાજીમાં ઉમિયાધામની બિલ્ડિંગનું લોકાર્પણ થશે. તથા કડવા પાટીદાર ઉમિયા માતા સંસ્થાનનું બિલ્ડિંગ તથા ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજ પણ મેદાને આવ્યો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગુજરાત રાજયમાં શીત લહેર જોવા મળી
ગુજરાત રાજયમાં શીત લહેર જોવા મળી છે. જેમાં 24 કલાકમાં તાપમાનમાં 5.3 ડિગીનો ઘટાડો થયો છે. આગામી 3 દિવસ કડકડતી ઠંડી યથાવત રહેશે! અમદાવાદ સહિત રાજ્યોમાં વધુ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમજ રાજ્યના કેટલાક સ્થળોએ સિંગલ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
તાપીના સોનગઢ ખાતે ભાજપના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો
તાપીના સોનગઢ ખાતે ભાજપના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા અને આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલના સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો. જયાં નવા પદાધિકારીઓનું ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ સન્માન સમારોહમાં આદિવાસી નૃત્ય સહિતની આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. સોનગઢ નગરમાં ફરેલી રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં કોંગ્રેસના અઢીસોથી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
અમદાવાદ ધોળકામાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી
અમદાવાદ ધોળકામાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે. જેમાં ધોળી ગામ પાસે પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં બીજા માળે આગ લાગતા અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી ધૂમાડા દેખાયા છે. તથા બનાવની જાણ થતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોચ્યું હતું. તથા ફાયરવિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ કર્યો હતો.
અંબાજીમાં ઉમિયાધામની બિલ્ડિંગનું લોકાર્પણ થશે
અંબાજીમાં ઉમિયાધામની બિલ્ડિંગનું લોકાર્પણ થશે. તથા કડવા પાટીદાર ઉમિયા માતા સંસ્થાનનું બિલ્ડિંગ છે. પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. તથા ખોડલધામ ચેરમેન અનારબેન પટેલ હાજર રહેશે. ભાજપ-કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો હાજર રહેશે.
સુરત માંગરોળના તરસાડી ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયુ
સુરત માંગરોળના તરસાડી ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયુ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. તથા મંત્રી ઈશ્વરભાઈ પટેલ, MLA ગણપતભાઈ વસાવા હાજર રહેશે. કલા મંદિર જવેલર્સ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. તેમાં 71 જરૂરિયાત મંદ દીકરીઓને પરણાવાશે.
ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજ પણ મેદાને આવ્યો
ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજ પણ મેદાને આવ્યો છે. રબારી સમાજના બંધારણમાં બદલાવ માટે મહાસંમેલન યોજાશે. ડીસાના સમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન મળશે. તેમાં MLA માવજી દેસાઈ, પૂર્વ MLA ગોવાભાઈ દેસાઈ હાજર રહેશે. ઠાકરશી રબારી સહિતના આગેવાનો સંમેલનમાં હાજર રહેશે. તથા 50 હજારથી વધુ લોકો મહાસંમેલનમાં હાજર રહે તેવી શક્યતા છે.


