Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat News : આજે 26 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશપ્રેમની ઝલક જોવા મળી છે. જેમાં રાષ્ટ્રભક્તિના રંગે સોમનાથ મહાદેવ મંદિર રંગાયું તથા રાજકોટ જેતપુરમાં ખોડિયાર જયંતિની ઉજવણી થશે. તથા ખોડલધામ મંદિર ખાતે ખોડિયાર જયંતીની ઉજવણી કરાઇ તેમજ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ધૂમધામ ઉજવણી શરૂ થઇ છે. ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલયમાં ઉજવણી થશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 26 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 26 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશપ્રેમની ઝલક જોવા મળી છે. જેમાં રાષ્ટ્રભક્તિના રંગે સોમનાથ મહાદેવ મંદિર રંગાયું તથા રાજકોટ જેતપુરમાં ખોડિયાર જયંતિની ઉજવણી થશે. તથા ખોડલધામ મંદિર ખાતે ખોડિયાર જયંતીની ઉજવણી કરાઇ તેમજ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ધૂમધામ ઉજવણી શરૂ થઇ છે. ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલયમાં ઉજવણી થશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશપ્રેમની ઝલક જોવા મળી

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશપ્રેમની ઝલક જોવા મળી છે. જેમાં રાષ્ટ્રભક્તિના રંગે સોમનાથ મહાદેવ મંદિર રંગાયું છે. સોમનાથ મંદિરમાં રોશનીનો ભવ્ય શણગાર કરાયો છે. કેસરિયા ધર્મધ્વજ અને ત્રિરંગાનો ભવ્ય શણગાર કરાયો છે. કેસરિયા, સફેદ અને લીલા રંગનું વિશેષ લાઈટિંગ કરાયું છે.

Advertisement

રાજકોટ જેતપુરમાં ખોડિયાર જયંતિની ઉજવણી થશે

રાજકોટ જેતપુરમાં ખોડિયાર જયંતિની ઉજવણી થશે. તથા ખોડલધામ મંદિર ખાતે ખોડિયાર જયંતીની ઉજવણી કરાઇ છે. ખોડલધામ મંદિર ખાતે અન્નકૂટ, ધ્વજારોહણ યોજાશે. ખોડિયાર જયંતિ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ગણતંત્ર દિવસે માતાજીને તિરંગાનો વિશેષ શણગાર કરાશે. ખોડલધામ મંદિર ખાતે રાષ્ટ્ર ધ્વજ પણ ફરકાવવામાં આવશે.

દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ધૂમધામ ઉજવણી શરૂ

દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ધૂમધામ ઉજવણી શરૂ થઇ છે. ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલયમાં ઉજવણી થશે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવશે. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ધ્વજવંદન કરશે.

વાવ-થરાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી

વાવ-થરાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. વાવ થરાદના ફલુપુરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થશે. CM ભૂપેન્દ્રભાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહેશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર રહેશે. વાવ-થરાદ જિલ્લાના તમામ ધારાસભ્યો પણ હાજર રહેશે. વાવ-થરાદ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ હાજર રહેશે. તથા સવારે 9 વાગે CM ધ્વજવંદન કરશે તથા જનતાને સંબોધન કરશે.

Tags :
Advertisement

.

×