Gujarat News : આજે 29 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 29 જાન્યુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : સુરતની 16 વિધાનસભામાં 1.7 લાખ વાંધા અરજી આવી તથા છોટા ઉદેપુરમાં ગોલા ગામડી પાસેની ચેકપોસ્ટ અંગે વિવાદ થયો છે. ખાણખનીજ વિભાગની ચેકપોસ્ટ અધિકારીઓના ડ્રાઈવરના ભરોસે તેમજ ડાંગમાં સ્વરાજ આશ્રમશાળામાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ છે. જેમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કૃત્યને લઈ સમગ્ર જિલ્લામાં ખળભળાટ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
સુરતની 16 વિધાનસભામાં 1.7 લાખ વાંધા અરજી આવી
સુરતની 16 વિધાનસભામાં 1.7 લાખ વાંધા અરજી આવી છે. જેમાં મતદારોના નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરી રજુઆત કરી છે. લિંબાયતમાં સૌથી વધુ 30 હજાર મતદારો સામે વાંધો છે. ડ્રાફ્ટ યાદીમાં હોય તેવા મતદારો જીવિત નહીં હોવાનો ઉલ્લેખ છે. જેની સામે વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. એક લાખ વાંધા અરજી સામે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. અનેક કિસ્સાઓમાં મતદારો જીવિત છે. વર્ષોથી એક જ સ્થળે રહેવા છતાં નામ કમી કરવાની પેરવી છે.
છોટા ઉદેપુરમાં ગોલા ગામડી પાસેની ચેકપોસ્ટ અંગે વિવાદ થયો
છોટા ઉદેપુરમાં ગોલા ગામડી પાસેની ચેકપોસ્ટ અંગે વિવાદ થયો છે. ખાણખનીજ વિભાગની ચેકપોસ્ટ અધિકારીઓના ડ્રાઈવરના ભરોસે છે. રોયલ્ટી ચેક કરવાનું કામ રોયલ્ટી ઈન્સ્પેક્ટરનો ડ્રાઈવર કરી રહ્યો હોવાનો આરોપ છે. રોયલ્ટી ઈન્સ્પેક્ટરે એન્ટ્રી કરવા માણસ જોઈએ તેવો ઉડાઉ જવાબ આપ્યો છે. તેમાં જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કર્યો છે.
ડાંગમાં સ્વરાજ આશ્રમશાળામાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ
ડાંગમાં સ્વરાજ આશ્રમશાળામાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ છે. જેમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કૃત્યને લઈ સમગ્ર જિલ્લામાં ખળભળાટ છે. સંચાલકના પતિ અને રસોઈ કરનાર મહિલા સામે ગુનો નોંધાયો છે. ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં દુષ્કર્મની ઘટનાને લઈ ચકચાર મચી છે.
ગાંધીનગરના સુઘડના જાણીતા બિલ્ડરના પુત્રે આપઘાત કર્યો
ગાંધીનગરના સુઘડના જાણીતા બિલ્ડરના પુત્રે આપઘાત કર્યો છે. 25 જાન્યુઆરીના રોજ રહસ્યમય રીતે ઋષભ પટેલ ગુમ થયો હતો. કડી કેનાલ પાસેથી ઋષભ પટેલનો મૃતદેહ મળ્યો હતો. રાયપુર ગામ પાસે બિનવારસી હાલતમાં કાર મળી હતી. કારમાંથી સુસાઇડ નોટ, દાગીના, મોબાઇલ, રોકડ મળી આવી છે. જેમાં 12 જાન્યુઆરીએ ઋષભ પટેલના લગ્ન થયા હતા. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
CM ભૂપેન્દ્રભાઇ પટેલે સાસણ ખાતે રાત્રી રોકાણ કર્યું
CM ભૂપેન્દ્રભાઇ પટેલે સાસણ ખાતે રાત્રી રોકાણ કર્યુ છે. જેમાં સિંહ દર્શન કરવા ગીર અભ્યારણ CM પહોંચ્યા છે. તેમાં CMની સાથે વન વિભાગના અધિકારીઓ પણ જોડાયા છે. સિંહ દર્શન કર્યા બાદ CM પરત સિંહ સદન ફરશે. પેટ્રોલિંગ માટે નવા વાહનોને લીલીઝંડી આપશે.
સુરતમાં IT વિભાગની DDI વિંગના દરોડામાં ખુલાસો થયો
સુરતમાં IT વિભાગની DDI વિંગના દરોડામાં ખુલાસો થયો છે. સુરતમાં ચુની ગજેરાની લક્ષ્મી ડાયમંડ પર હાલ પણ તપાસ શરૂ છે. અનિલ બગદાણા સહિત 30 સ્થળોએ આવકવેરા વિભાગની તપાસ છે. 5 હજાર કરોડના વ્યવહારો મામલે IT વિભાગનું સર્ચ છે. તેમાં લક્ષ્મી ડાયમંડના ચુની ગજેરા, અશોક ગજેરા, વસંત ગજેરાને ત્યાં સર્ચ શરૂ છે. બિલ્ડર અનિલ બગદાણા, પ્રવીણ ભૂત, આશિષ અગ્રવાલને ત્યાં પણ તપાસ થઇ છે. મુંબઈમાં ગિરધર, રાકેશ ગજેરા પણ IT વિભાગના સાણસામાં છે. તપાસમાં મેહુલ ચોકસી સાથેની લીંક સામે આવી છે. જોકે સત્તાવાર આ વાતને કોઈ સમર્થન નહીં.
આ પણ વાંચો: Rashifal 29 January 2026: આ રાશિઓ માટે છે આજે શુભ દિવસ. બુધ અને શુક્રનો યુતિ મળશે લાભ


