Gujarati Top News : આજે 16 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
- Gujarati Top News,
- આજે સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે
- રાજ્યના દરેક ગામો શહેરોના કૃષ્ણ મંદિરોમાં ભકતો ઉમટી પડશે
- અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભવ્ય કૃષ્ણ રથયાત્રાનું આયોજન કરાયું
- આજે ગુજરાતમાં આગાહી અનુસાર વરસાદ પણ થઈ રહ્યો છે
આજે 16 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર :
Gujarat : આજે ગુજરાતમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે. સમગ્ર રાજ્યના દરેક કૃષ્ણ મંદિરોને શણગારવામાં આવ્યા છે. કૃષ્ણભક્તો તેમજ હિન્દુઓ માટે ખૂબ મહત્વના પર્વ એવા જન્માષ્ટમી નિમિત્તે રાજ્યના દરેક ગામો શહેરોના કૃષ્ણ મંદિરોમાં ભકતો ઉમટી પડશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભવ્ય કૃષ્ણ રથયાત્રાનું આયોજન કરાયું છે....Gujarati Top News
ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ
આજે સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ યોજાશે. સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, બપોરના 4 કલાકે મંદિર પરિસરમાં 30 ફુટ ઊંચી મટકી ફોડ કાર્યક્રમ તેમજ રાસ ગરબા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે. જન્માષ્ટમી પર્વે ભુજમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બપોરે 2 કલાકે મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં છેલ્લા 26 વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય રથયાત્રા નીકાળવામાં આવે છે. આ વર્ષે નીકળનારી 27મી રથયાત્રાને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પ્રસ્થાન કરાવશે. આજે અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે ધામધૂમપૂર્વક જન્માષ્ટમી ઉજવાશે.
શ્રી કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ | Gujarat First#Janmashtami #janmashtami2025 #HappyJanmashtami #gujaratfirst pic.twitter.com/oGmR5yDPI6
— Gujarat First (@GujaratFirst) August 15, 2025
ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ આજથી રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરી છે, જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી છે. 16-17 ઓગસ્ટે મધ્ય ગુજરાત (રાજપીપળા, ડભોઈ, સિનોર, ખેડા, ગોધરા) અને ઉત્તર ગુજરાતના કચ્છ તરફના વિસ્તારોમાં ભારે ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.
ભારે પવન ફુંકાશે
હવામાન વિભાગે 18 ઓગસ્ટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. પાટણ જિલ્લા સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 18થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે માછીમારોને 18થી 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે, કારણ કે આ દિવસોમાં ભારે વરસાદ સાથે તોફાની પવનની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે, જેના કારણે નદીઓ અને જળાશયોનું જળસ્તર વધી શકે છે. આ સમયગાળા દરમિયાન 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે રસ્તાઓ પર દૃશ્યતા ઓછી થઈ શકે છે અને ટ્રાફિકમાં અવરોધ આવી શકે છે.


