Happy BDay Amit Shah : નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ, CM, DyCM સહિત MP, MLA's પહોંચ્યા
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 62 મો જન્મદિવસ (Happy BDay Amit Shah)
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ
- અમિતભાઇ શાહે શુભેચ્છકોને નવા વર્ષની પાઠવી શુભકામનાઓ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ, DyCM હર્ષભાઇ સંઘવીએ પાઠવી શુભકામના
- જગદીશ વિશ્વકર્મા, શંકર ચૌધરી, અશ્વિન કોટવાલ પણ રહ્યાં હાજર
Happy BDay AmitShah : આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવા વર્ષની (Happy News Year) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો (Amit Shah) 62 મો જન્મદિવસ પણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. અહીં, તેમના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), DyCM હર્ષભાઇ સંઘવી (Harshbhai Sanghvi) સહિત મંત્રીઓ, ધારાસભ્યો, કાઉન્સિલરોએ પણ કેન્દ્રીય ગૃહમંત્રીને જન્મદિવસ અને નવા વર્ષની શુભકામનાઓ આપી.
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 62 મો જન્મદિવસ (Happy BDay AmitShah) છે. નવા વર્ષની ઉજવણી સાથે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે નિવાસસ્થાને જન્મદિવસની પણ ઉજવણી કરી. નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, DyCM હર્ષભાઇ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma), વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, અશ્વિન કોટવાલ સહિત મંત્રીઓ, ધારાસભ્યો, કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા. તમામે કેન્દ્રીય ગૃહમંત્રીને જન્મદિવસ અને નવા વર્ષની શુભકામનાઓ આપી.
આ પણ વાંચો - હિસાબ માટે કોમ્પ્યુટર, લેપટોપના જમાનામાં રોજમેળની લોકપ્રિયતા અકબંધ
શુભેચ્છકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છા પાઠવી
મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓએ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને શુભેચ્છા પાઠવી. માહિતી અનુસાર, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત સરકારનાં નવા મંત્રીમંડળનાં સ્થાન મેળવનારા નવા મંત્રીઓ સાથે પણ બેઠક કરી શકે છે.
આ પણ વાંચો - ગુજરાતી નૂતન વર્ષે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ CM ભુપેન્દ્ર પટેલને પાઠવી શુભેચ્છા, પગે લાગી લીધા આશીર્વાદ