Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Harshbhai Sanghavi Karuna Abhiyan: ઘાયલ પક્ષીઓને નવજીવન આપતું કરૂણા અભિયાન

Harshbhai Sanghavi Karuna Abhiyan tweet: રાજય સરકારની જીવદયા (Karuna Abhiyan) માટેની અનોખી પહેલ. જેમાં ઉત્તરાયણ પર્વે કરૂણા અભિયાનને લઇ DyCM હર્ષભાઇ (Harsh Sanghavi) સંઘવીએ ટ્વીટ કર્યું છે. તેમાં DyCM હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું છે કે રાજય સરકારની જીવદયા માટેની અનોખી પહેલ છે. ઘાયલ પક્ષીઓને નવજીવન આપતું કરૂણા અભિયાન છે.
harshbhai sanghavi karuna abhiyan  ઘાયલ પક્ષીઓને નવજીવન આપતું કરૂણા અભિયાન
Advertisement
  • ઉત્તરાયણ પર્વે કરૂણા અભિયાનને લઇ DyCM હર્ષભાઇ સંઘવીએ ટ્વીટ કર્યું
  • ગુજરાતમાં કુલ 5439 પક્ષીઓની સારવાર કરવામાં આવી
  • કુલ 4937 એટલે લગભગ 91 ટકા પક્ષીઓને બચાવવામાં આવ્યા 

Harshbhai Sanghavi Karuna Abhiyan tweet: રાજય સરકારની જીવદયા (Karuna Abhiyan) માટેની અનોખી પહેલ. જેમાં ઉત્તરાયણ પર્વે કરૂણા અભિયાનને લઇ DyCM હર્ષભાઇ (Harsh Sanghavi) સંઘવીએ ટ્વીટ કર્યું છે. તેમાં DyCM હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું છે કે રાજય સરકારની જીવદયા માટેની અનોખી પહેલ છે. ઘાયલ પક્ષીઓને નવજીવન આપતું કરૂણા અભિયાન છે. અભિયાન અંતર્ગત 14મી જાન્યુ.એ પક્ષીઓની સારવાર કરાઇ છે. ગુજરાતમાં કુલ 5439 પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. કુલ 4937 એટલે લગભગ 91 ટકા પક્ષીઓને બચાવવામાં આવ્યા છે.

આશા છે કે સૌએ પરિવાર અને મિત્રો સાથે પતંગબાજીનો ભરપૂર આનંદ માણ્યો હશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ પોસ્ટમાં જણાવ્યું હતું કે, આશા છે કે સૌએ પરિવાર અને મિત્રો સાથે પતંગબાજીનો ભરપૂર આનંદ માણ્યો હશે. પરંતુ, હવે સમય છે થોડી સાવચેતી રાખવાનો. તેમણે લોકોને વિનંતી કરી છે કે જ્યારે તમે પતંગ ચગાવીને ઘરે પરત ફરો અથવા બીજા દિવસે સવારે તમારા આસપાસના વિસ્તારમાં નજર કરો, ત્યારે નીચે મુજબની બાબતોનું ખાસ ધ્યાન રાખો. ટેરેસ અને અગાસીની સફાઈ: પતંગબાજી બાદ અગાસીમાં પડેલી વધારાની દોરીના ગૂંચળા સલામત રીતે કચરાપેટીમાં નાખો. વૃક્ષો પર લટકતી દોરી: જો કોઈ વૃક્ષની ડાળીઓ પર દોરી લટકતી હોય તો તેને કાળજીપૂર્વક ઉતારી લો. વીજળીના પોલ: વીજળીના થાંભલા કે વાયરો પર ફસાયેલી દોરીઓ પક્ષીઓ માટે ફાંસો બની શકે છે, તેને હટાવવામાં સહકાર આપો.

Advertisement

Advertisement

કેમ દોરી હટાવવી જરૂરી છે?

હર્ષભાઇ સંઘવીએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે, લટકતી દોરીઓ માત્ર પક્ષીઓ માટે જ નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો અને નિર્દોષ રાહદારીઓ માટે પણ અત્યંત જોખમી સાબિત થાય છે. દર વર્ષે ઉત્તરાયણ પછી અનેક પક્ષીઓ આ જીવલેણ દોરીમાં ફસાઈને જીવ ગુમાવે છે અથવા અપંગ બને છે. તમારું એક નાનું પગલું કોઈ અબોલ પક્ષીનો જીવ બચાવી શકે છે અને મોટી દુર્ઘટના ટાળી શકે છે. કૃપા કરીને આ માનવતાના કાર્યમાં સહભાગી બનો." - હર્ષ સંઘવી

હર્ષભાઇ સંઘવીની આ અપીલને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે

તહેવારનો આનંદ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તેનાથી કોઈને નુકસાન ન થાય. હર્ષભાઇ સંઘવીની આ અપીલને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પણ એકબીજાને દોરી સાફ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. વહીવટી તંત્ર પણ પક્ષીઓના બચાવ માટે 'કરુણા અભિયાન' હેઠળ કાર્યરત છે, ત્યારે નાગરિકોનો આ નાનો સહયોગ મોટું પરિવર્તન લાવી શકે છે.

આ પણ વાંચો: Gujarat Local Elections: સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારીઓ તેજ, જાણો બેઠકોની ફાળવણી

Tags :
Advertisement

.

×