Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસના દરોડા, દારૂ-હુક્કાની મહેફિલમાં 81 ઝડપાયા

High-profile party in Sanand : અમદાવાદ નજીક આવેલા સાણંદના ગોરજ ગામ પાસે સ્થિત નિર્વાણા ગ્રીન્સ નામના વિકેન્ડ હોમ (Farm house)માં મોડી રાત્રે ચાલી રહેલી એક ભવ્ય પાર્ટી પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન લક્ઝરી ફાર્મ હાઉસમાં દારૂ અને હુક્કાની મહેફિલ જામી હોવાનો પર્દાફાશ થયો છે.
સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસના દરોડા  દારૂ હુક્કાની મહેફિલમાં 81 ઝડપાયા
Advertisement
  • High-profile party in Sanand
  • સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા
  • દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 81 લોકો ઝડપાયા
  • નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી હતી મહેફિલ
  • ઝડપાયેલા યુવક-યુવતીઓનો મેડિકલ ટેસ્ટ ચાલુ
  • 'AV'ની 25મી એનિવર્સરીના નામે થયું હતું આયોજન
  • રેઈડમાં 10થી વધુ હુક્કા, દારૂની બોટલો કબ્જે કરાઈ
  • અનેક મોટી હસ્તી, માલેતુજાર પરિવારના લોકો સામેલ
  • કુલ 38 યુવતી અને 43 યુવકને અટકાયતમાં લેવાયા

High-profile party in Sanand : અમદાવાદ નજીક આવેલા સાણંદના ગોરજ ગામ પાસે સ્થિત નિર્વાણા ગ્રીન્સ નામના વિકેન્ડ હોમ (Farm house)માં મોડી રાત્રે ચાલી રહેલી એક ભવ્ય પાર્ટી પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન લક્ઝરી ફાર્મ હાઉસમાં દારૂ અને હુક્કાની મહેફિલ જામી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસને બાતમી મળી હતી કે અહીં મોટા પાયે નશાની મહેફિલ ચાલી રહી છે, જેના આધારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો.

25મી મેરેજ એનિવર્સરીની ઉજવણી બની જેલની સવારી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ભવ્ય આયોજન 'AV' નામના વ્યક્તિની લગ્ન જીવનની 25મી વર્ષગાંઠ (Silver Jubilee) નિમિત્તે કરવામાં આવ્યું હતું. ઉજવણીના બહાને આયોજિત આ પાર્ટીમાં અમદાવાદના અનેક નામાંકિત અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ સામેલ થયા હતા. આનંદ-પ્રમોદ માટે રાખવામાં આવેલી આ પાર્ટી કાયદાકીય ગૂંચવણમાં ફેરવાઈ ગઈ હતી.

Advertisement

Advertisement

ઝડપાયેલા લોકો અને પોલીસ કાર્યવાહી (High-profile party in Sanand)

પોલીસે સ્થળ પરથી કુલ 81 લોકોની અટકાયત કરી છે, જેમાં: 43 યુવકો/પુરુષો અને 38 યુવતીઓ/મહિલાઓ ઝડપાયા છે. આ તમામ લોકોને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે આ તમામ લોકોના મેડિકલ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ જાણી શકાય અને મજબૂત પુરાવા એકત્ર કરી શકાય.

10થી વધુ હુક્કા, દારૂની બોટલો કબ્જે કરાઈ

રેડ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી વાંધાજનક ચીજવસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. જેમાં નશાકારક દ્રવ્યો જેમ કે, વિદેશી દારૂની મોંઘીદાટ બોટલો અને હુક્કાનો સામાન (10થી વધુ હુક્કા) મળી આવ્યા હતા. આ સિવાય મહેફિલમાં આવેલા લોકોની અનેક લક્ઝુરિયસ અને મોંઘીદાટ કાર પોલીસે જપ્ત કરી છે. હવે આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફાર્મ હાઉસના માલિકની ઓળખ કરવાની તેમજ આ મહેફિલના મુખ્ય સૂત્રધાર કોણ હતા તે દિશામાં તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો :  Dwarka : લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, રાસ રમતી 16 વર્ષીય સગીરા અચાનક ઢળી પડી

Tags :
Advertisement

.

×