Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi નું આકરું વલણ! ટ્રાફિક પોલીસને કરી આ ટકોર!

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
ahmedabad   ગૃહ રાજ્યમંત્રી harsh sanghvi નું આકરું વલણ  ટ્રાફિક પોલીસને કરી આ ટકોર
Advertisement
  1. ગૃહરાજ્યમંત્રી Harsh Sanghvi અમદાવાદની મુલાકાતે
  2. શોર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યા
  3. ટ્રાફિક વિભાગને ખાસ અભિનંદન પાઠવું છું : હર્ષ સંઘવી
  4. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી

રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે સ્પર્ધાનાં વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગને સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી હતી.

આ પણ વાંચો - Water Pollution : શું ખરેખર..! ગુજરાતમાં હવે ભૂગર્ભજળ પણ પીવાલાયક નથી!

Advertisement

Advertisement

શોર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહમાં Harsh Sanghvi ઉપસ્થિત રહ્યા

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ (Ahmedabad City Traffic Police) અને ટ્રાફિક ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આજે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનાં વિજેતાઓનો સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં DGP, CP સહિતનાં પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં જવાનો હાજર રહ્યા હતા. દરમિયાન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, 450 લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો, ઉત્તમ દાખલા આપ્યા. આ પ્રકારનાં સફળ કાર્યક્રમ માટે ટ્રાફિક વિભાગને ખાસ અભિનંદન પાઠવું છું.

આ પણ વાંચો - Amreli : રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધારતા ખજૂરી પ્રાથમિક શાળાનાં શિક્ષક અને વિદ્યાર્થીઓ

ટ્રાફિકનાં નિયમો મુદ્દે કડક કાર્યવાહીનાં આદેશ કર્યા

તેમણે આગળ કહ્યું કે, કોઈપણ ઘટનામાં સૌથી સરળ સ્ટેપ પોલીસની (Gujarat Police) ટીકા કરવી હોય છે. જો કે, પોક્સો કેસમાં પોલીસને ઝડપી ચાર્જશીટની સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ અમારો સ્ટેપ ટ્રાફિક બાબતે ઝડપી કામગીરીનો રહેશે. આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસને (Traffic Department) ટકોર પણ કરી હતી. ટ્રાફિકનાં નિયમો મુદ્દે કડક કાર્યવાહીનાં આદેશ સાથે તેમણે કહ્યું કે, સિગ્નલ તોડતા, રોંગ સાઈડ આવતા લોકોનો ફાઈન ન કરો. નિયમો તોડતા લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો. આવા લોકોને સ્લેટ પકડાવીને ફોટા પડાવો. ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદ CP અને DGP ને વધુ કડક થવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચો - Ahmedabad : એરપોર્ટ પરથી કરોડોની કિંમતનો 15 કિલો ગાંજો ઝડપ્યો, કીમિયો જાણી ચોંકી જશો!

Tags :
Advertisement

.

×