ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

hMPV Guide Line: ભયાનક ચીની વાયરસથી બચવા માટે શું કરશો, શું નહી?

ગુજરાતમાં hMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. ભારતનો ત્રીજો અને ગુજરાતનો આ પ્રથમ કેસ છે. આ અગાઉ કર્ણાટકમાં બે કેસ નોંધાઇ ચુક્યા છે.
01:20 PM Jan 06, 2025 IST | KRUTARTH JOSHI
ગુજરાતમાં hMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. ભારતનો ત્રીજો અને ગુજરાતનો આ પ્રથમ કેસ છે. આ અગાઉ કર્ણાટકમાં બે કેસ નોંધાઇ ચુક્યા છે.
hMPV Virus Outbreak in Gujarat Guideline For HMPV

અમદાવાદ :  ગુજરાતમાં hMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. ભારતનો ત્રીજો અને ગુજરાતનો આ પ્રથમ કેસ છે. આ અગાઉ કર્ણાટકમાં બે કેસ નોંધાઇ ચુક્યા છે. સમગ્ર દેશમાં નવા વાયરસના કારણે ભારે ફફડાટ છે. તેવામાં તે જાણવું ખુબ જ જરૂરી બન્યું છે કે, આ વાયરસથી બચવા માટે શું કરવું જોઇએ. ગુજરાત સરકાર દ્વારા તો હજી સુધી કોઇ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી નથી. ગુજરાતનાં સ્વાસ્થય મંત્રી ઋષીકેશ પટેલ તો આવો કોઇ કેસ આવ્યો તેવું સ્વિકારવા માટે પણ તૈયાર નથી.

કેન્દ્ર સરકાર દ્વારા પણ હજી આ મામલે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. એક બેઠક બોલાવવામાં આવી છે. પરંતુ કોઇ અધિકારીક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી નથી. જો કે તેલંગાણાના સ્વાસ્થય વિભાગ દ્વારા 2 દિવસ પહેલા જ આ અંગેની ગાઇડલાઇન બહાર પાડી દેવામાં આવી હતી. તે ગાઇડલાઇન અમે અહીં પ્રકાશિત કરી રહ્યા છીએ. જેથી ઘરના વૃદ્ધ અને બાળકોનો તમે ખ્યાલ રાખી શકો.

આ પણ વાંચો : હાહાકાર! hMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં પહેલો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

સાવધાની રાખવાના નિર્દેશ

સ્વાસ્થય વિભાગે નાગરિકોને શ્વસન સંક્રમણથી બચાવવા માટે કેટલીક સાવધાનીઓ વર્તવા માટે જણાવ્યું છે. તે અંગેના દિશા નિર્દેશો પણ બહાર પાડ્યા છે.

આટલું કરો

- ખાંસી કે છીંક વખતે તમારા મોં અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકો.
- તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોઈ લો અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
- ભીડવાળી જગ્યાઓ ટાળો અને ફ્લૂથી પ્રભાવિત લોકોથી અંતર જાળવો.
- જો તમને તાવ, ઉધરસ કે છીંક આવતી હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો.
- પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક ખાઓ.
- તમામ સ્થળોએ પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી કરો.
- જ્યારે તમે બીમાર હોવ ત્યારે ઘરે રહો અને અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરો.
- પૂરતી ઊંઘ લો.
- વારંવાર સેનિટાઇઝરથી હાથ સાફ કરતા રહો.
-ઘરમાં જતા પહેલા શક્ય હોય તો ગરમ પાણીથી સ્નાન અથવા તો હાથ પગ તો જરૂર ધુવો
- શરદી તાવ ઉધરસ જેવા લક્ષણ હોય તો પરિવારથી પોતાને અલગ કરો
- નજીકના સ્વાસ્થય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરીને સારવાર કરાવો

આટલું ન કરો

- હાથ મિલાવવાનું ટાળો.
- ટિશ્યુ પેપર કે રૂમાલનો વારંવાર ઉપયોગ કરશો નહીં.
- બીમાર લોકોના સંપર્કમાં ન આવવું.
- તમારી આંખો, નાક અને મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.
- જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળો.
- ડૉક્ટરની સલાહ વિના દવાઓ ન લેવી.

આ પણ વાંચો :ભયાનક સ્પિડથી ફેલાઇ રહ્યો છે ચીની વાયરસ, મિનિટોમાં બીજો કેસ પણ મળ્યો

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે શું કહ્યું?

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે ચીનમાં એચએમીવીન ફેલાવાની આશંકા વચ્ચે લોકોને શાંત રહેવા માટે અપીલ કરી છે. આશ્વાસન આપ્યું કે, ભારત શ્વાસ સંબંધિત બિમારીઓને પહોંચી વળવા માટે સંપુર્ણ તૈયાર છે. ચીનમાં પણ સ્થિતિ અસામાન્ય નથી.
ભારત સરકારના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડીજીએચએસ અને નેશનલ સેન્ટર ફોર ડિજીજ કંટ્રોલના નિર્દેશકે નિવેદન બહાર પાડ્યું હતું. HmPV એક સામાન્ય શ્વસન સંબંધિત વાયરસ છે. જે શિયાળામાં ફ્લૂ જેવા લક્ષણો પેદા કરે છે. તે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને પ્રભાવિત કરે છે.

આ પણ વાંચો :HMPV વાયરસ સામે ભારત સંપુર્ણ તૈયાર, બહાર પાડવામાં આવી ગાઇડલાઇન

 

Tags :
first case reported in Ahmedabad of hMPVGuideline For HMPV VirsuGujarat FirstGujarat NewsGujarati NewsHMhMPV first case in GujaratHMPV NewshMPV virus enters GujaratHMPV Virus Guidelinelatest news
Next Article