IAS Pradeep Sharma : IAS પ્રદીપ શર્માને વિશેષ કોર્ટે દોષી જાહેર કર્યા, ફટકારી આ આકરી સજા!
- નિવૃત IAS અધિકારી પ્રદીપ શર્માની મુશ્કેલી વધી (IAS Pradeep Sharma)
- અમદાવાદની વિશેષ ED અદાલતે IAS પ્રદીપ શર્માને દોષી જાહેર કર્યા
- ED ની વિશેષ કોર્ટ IAS પ્રદીપ શર્માને સંભળાવશે સજા
- ભુજમાં કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં દોષી જાહેર કર્યા
Ahmedabad : નિવૃત IAS અધિકારી પ્રદીપ શર્માને (IAS Pradeep Sharma) લઈ મોટા સમાચાર આવ્યા છે. નિવૃત IAS અધિકારી પ્રદીપ શર્માની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અમદાવાદની વિશેષ ED અદાલતે (ED Court) IAS પ્રદીપ શર્માને દોષી જાહેર કર્યા છે. મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધાયેલ ફરિયાદમાં સ્પેશિયલ PMLA કોર્ટે IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજાર રૂપિયાનો દંડ અને શિડ્યુલ ઓફેન્સ સિવાયની સજા ભોગવવાની સજા ફટકારી હોવાની માહિતી સામે આવી છે. PMLA એક્ટ 3 અને 4 અંતર્ગત દોષિત ઠેરવ્યા બાદ સજા ફટકારાઈ છે. ભુજમાં (Bhuj) કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા.
સ્પેશિયલ PMLA કોર્ટે IAS પ્રદીપ શર્માને ફટકારી સજા
પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની (IAS Pradeep Sharma) મુશ્કેલીઓ વધી છે. પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને અમદાવાદની વિશેષ ED અદાલતે દોષી જાહેર કર્યા બાદ સ્પેશિયલ PMLA કોર્ટે (Special PMLA Court) IAS પ્રદીપ શર્માને આકરી સજા ફટકારી છે. માહિતી અનુસાર, કોર્ટે IAS અધિકારી પ્રદીપ શર્માને 5 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ સજા ભોગવવાની રહેશે એવો આદેશ કરાયો છે. ઉપરાંત કોર્ટે જણાવ્યું છે કે, સરકાર દ્વારા અધિકારીની જે સંપત્તિને ટાંચમાં લેવામાં આવી છે તે સરકાર હસ્તક જ રહેશે.
માહિતી અનુસાર, જમીન સંબંધિત કેસમાં પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને દોષી જાહેર કરાયા છે. આ પહેલા જ્યારે સુનાવણી થઈ હતી ત્યારે પ્રદીપ શર્માના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, 'લાંબા સમયથી પ્રદીપ શર્મા જેલમાં છે માટે તેને પણ ધ્યાને લેવામાં આવે. પ્રદીપ શર્માની 70 વર્ષની ઉંમર છે અને સિનિયર સિટિઝન છે તેને પણ ધ્યાને લેવામાં આવે.' બીજી તરફ સરકારી વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, નવા કાયદામાં સંબધિત કેસમાં 10 વર્ષ સુધી મહત્તમ અને ઓછામાં ઓછી 4 વર્ષ સજાની જોગવાઈ છે. જ્યારે, જૂના કાયદામાં ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષ સજાની જોગવાઇ છે.
આ પણ વાંચો - Valsad: B.N. ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, કાબૂમાં લેવી મુશ્કેલ બન્યું
જાણો શું છે કેસ ?
રિપોર્ટ અનુસાર, સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા સામે વેલસ્પન કંપનીની વેલ્યૂ પેકેજિંગ નામની પેટા કંપનીને ખોટી રીતે જમીન ફાળવી તેના બદલામાં પોતાની પત્નીને વર્ષ 2004 માં કંપનીમાં કોઈપણ જાતનાં રોકાણ વિના 30 ટકાની ભાગીદાર બનાવી રૂ. 29.50 લાખનો નફો મેળવી પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનાં આરોપમાં 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ (ACB) ધરપકડ કરી હતી.
આ પણ વાંચો - 'Action' plan on pollution : મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યભરમાં પ્રદૂષણ વિરોધી ઝુંબેશ