
રશિયા (Russia) અને યૂક્રેન (Ukraine) વચ્ચે હુમલાની શરૂઆત થઈ ગઈ છે. રશિયાએ યુક્રેન સામે આજે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઔપચારિક રીતે લશ્કરી કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે. તેની સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિરુદ્ધ રશિયન ઓપરેશનમાં હસ્તક્ષેપ કરનારાઓ સામે જવાબી કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. જ્યારે આ જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્ર (UN) એ પુતિનને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે. UN એ જણાવ્યું છે કે, રશિયાએ તેમના સૈનિકો દ્વારા થતા હુમલા અટકાવવા જોઈએ.