Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat: TAT-S અને TAT-HS પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

Gujarat: TAT-S અને TAT-HS પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય છે. સરકારી, ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતીને લઇ મહત્વના સમાચાર છે. જેમાં TAT-S અને TAT-HSની પરીક્ષામાં ગુણની પદ્ધતિમાં ફેરફાર છે. તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને 60 ટકા હશે તો મેરીટમાં સમાવેશ થશે. તથા SC, ST, OBC અને EWSના ઉમેદવારોને 55 ટકા હશે તો મેરીટમાં સમાવેશ થશે. જેમાં શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે.
gujarat  tat s અને tat hs પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
Advertisement
  • Gujarat: TAT-S અને TAT-HSની પરીક્ષામાં ગુણની પદ્ધતિમાં ફેરફાર
  • જનરલ કેટેગરીના ઉમેદવારોને 60 ટકા હશે તો મેરીટમાં થશે સમાવેશ
  • SC, ST, OBC અને EWSના ઉમેદવારોને 55 ટકા હશે તો થશે સમાવેશ

Gujarat: TAT-S અને TAT-HS પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય છે. સરકારી, ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતીને લઇ મહત્વના સમાચાર છે. જેમાં TAT-S અને TAT-HSની પરીક્ષામાં ગુણની પદ્ધતિમાં ફેરફાર છે. તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને 60 ટકા હશે તો મેરીટમાં સમાવેશ થશે. તથા SC, ST, OBC અને EWSના ઉમેદવારોને 55 ટકા હશે તો મેરીટમાં સમાવેશ થશે. જેમાં શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે.

જાણો શું છે નવો ફેરફાર

ગુજરાત શિક્ષણ વિભાગના નિયમ મુજબ, TAT પરીક્ષામાં તમામ ઉમેદવારો માટે પાસિંગ માર્કસ 60 ટકા નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, નવા ઠરાવ મુજબ હવે અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ મર્યાદા ઘટાડીને 55 ટકા કરી દેવામાં આવી છે. જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 60 ટકાનો નિયમ યથાવત રહેશે.

Advertisement

Advertisement

તમામ માટે એકસમાન 60 ટકા માર્કસની જોગવાઈ હતી

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકો માટે લેવાતી TET પરીક્ષામાં અનામત કેટેગરી માટે 55 ટકા અને જનરલ માટે 60 ટકા પાસિંગ માર્કસનો નિયમ પહેલેથી જ અમલમાં હતો. પરંતુ માધ્યમિક (TAT-S) અને ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) માં તમામ માટે એકસમાન 60 ટકા માર્કસની જોગવાઈ હતી.

Gujarat: SC, ST, OBC, EWS અને દિવ્યાંગ ઉમેદવારોને શિક્ષક બનવા માટે ફાયદો

આ વિસંગતતા દૂર કરવા માટે SC, ST, OBC અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ સરકારમાં ઉગ્ર રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની દલીલ હતી કે જો પ્રાથમિકમાં રાહત મળતી હોય, તો હાઈસ્કૂલની પરીક્ષામાં પણ સમાન ધોરણ લાગુ થવું જોઈએ.

હવે આ નવા પાસિંગ ધોરણો લાગુ થશે

આ ફેરફાર TAT-માધ્યમિક (ધોરણ 9-10) અને TAT-ઉચ્ચતર માધ્યમિક (ધોરણ 11-12) બંને માટે લાગુ પડશે. વર્ષ 2023થી TAT પરીક્ષામાં દ્વિસ્તરીય પદ્ધતિ (પ્રિલિમિનરી અને મેઇન્સ) અમલમાં મૂકવામાં આવી છે, જેમાં હવે આ નવા પાસિંગ ધોરણો લાગુ થશે. આ નિર્ણયથી રાજ્યના લાખો SC, ST, OBC, EWS અને દિવ્યાંગ ઉમેદવારોને શિક્ષક બનવા માટે ફાયદો થશે.

આ પણ વાંચો: Amreli: સિવિલ હોસ્પિટલની કાર્યપદ્ધતિની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી

Tags :
Advertisement

.

×