Chhath Puja 2025 : અમદાવાદમાં છઠ પૂજા કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્ત્વનું નિવેદન
- અમદાવાદ ઈન્દિરા બ્રિજ ખાતે Chhath Puja નું આયોજન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છઠ પૂજામાં હાજર રહ્યા
- છઠ પૂજાનાં કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન
- "બિહારમાં છઠ પૂજા સાથે લોકતંત્રનાં પર્વ માટે ઉત્સાહ"
- "ઉત્સાહ બતાવતો હતો કે NDA ની સરકાર બનશે"
Ahmedabad : આજે દેશભરમાં છઠ પૂજાની (Chhath Puja) ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદનાં ઇન્દિરા બ્રિજ ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. દરમિયાન તેમણે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે (CM Bhupendrabhai Patel) કહ્યું હતું કે, બિહારમાં છઠ પૂજા સાથે લોકતંત્રનાં પર્વ (Bihar Election 2025) માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સાહ બતાવતો હતો કે રાજ્યમાં ફરી એકવાર NDA ની સરકાર બનશે. બિહાર અને ગુજરાતનો સંબંધ હંમેશા અલગ રહ્યો છે. ગુજરાત અને બિહાર બંને રાજ્ય રાજકીય આંદોલનનાં સાક્ષી રહ્યા છે.
આ પણ વાંચો - Rain in Gujarat : કમોસમી વરસાદને લઈ સરકાર એક્શનમાં, CM ની આ સિનિયર મંત્રીઓ સાથે બેઠક
"લોકોનો ઉત્સાહ બતાવતો હતો કે બિહારમાં NDA ની સરકાર બનશે"| Gujarat First @CMOGuj #Gujarat #Ahmedabad #CMbhupendrapatel #Bihar #NDA #Gujaratfirst pic.twitter.com/W2qnHStjQy
— Gujarat First (@GujaratFirst) October 27, 2025
અમદાવાદમાં Chhath Puja કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્વનું નિવેદન
અમદાવાદનાં ઇન્દિરા બ્રિજ (Indira Bridge) ખાતે આજે છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. દરમિયાન, તેમણે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં રામ મંદિર બન્યા બાદ આપણે દિવાળીનો તહેવાર વધુ આનંદથી મનાવવા લાગ્યા છીએ. ગુજરાતમાં દિવાળીનો તહેવાર લાભ પાંચમે પૂર્ણ થાય છે. જ્યારે બિહારમાં સૂર્યપૂજા છઠ મહાપર્વની શરૂઆત થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) કહ્યું કે, હમણાં જ ચૂંટણી પ્રચારમાં બિહારની મુલાકાત લીધી હતી. બિહારમાં દિવાળી છઠ પૂજા સાથે લોકતંત્રનાં પર્વ માટે પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ઉત્સાહ બતાવતો હતો કે બિહારમાં ફરી એકવાર NDA ની સરકાર બનવા જઇ રહી છે.
जय छठी मइया के! हमार सभे भाई-बहिनी के प्रणाम बा।
अहमदाबाद में साबरमती नदी के तट पर आयोजित 'छठ महापर्व 2025' कार्यक्रम में छठी मैया की आरती में शामिल होकर मन को असीम शांति का अनुभव हुआ।
यह पर्व अब मात्र बिहार तक सीमित नहीं रहा, बल्कि अपनी सादगी, पवित्रता और आस्था के कारण इसने… pic.twitter.com/6bXdE3EgXL
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 27, 2025
આ પણ વાંચો - Gujarat રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો
ઉત્સાહ બતાવતો હતો કે બિહારમાં ફરી NDA ની સરકાર બનશે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ કહ્યું કે, દેશભરનાં લોકો માટે ગર્વની વાત છે કે બિહારનાં છઠપૂજાને યુનેસ્કોમાં (UNESCO) ઉત્સવ તરીકે સામેલ કરવા પ્રયાસ કરાયો છે. ચાર દિવસ ચાલતા આ પર્વના ત્રીજા દિવસે સંધ્યા આરતી અને બીજા દિવસે ઉષા આરતીથી આ તહેવાર પૂર્ણ થાય છે. આ એક માત્ર તહેવાર એવો છે, જેમાં આથમતા સૂર્યની પૂજા કરાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બિહાર અને ગુજરાતનો સબંધ હમેશા અલગ રહ્યો છે. ગુજરાત અને બિહાર બંને રાજ્ય રાજકીય આંદોલનનાં સાક્ષી રહ્યા છે. ગાંધીજીએ સત્યાગ્રહનું આંદોલન ચંપારણમાં કર્યું હતું અને દાંડી આંદોલન ગુજરાતમાં કર્યું હતું.
આ પણ વાંચો - Rain in Bhavnagar : મહુવામાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદ, શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા!


