Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat High Court : ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો આટલા વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકશે!

આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંનેની હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે.
gujarat high court   ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો આટલા વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકશે
Advertisement
  1. પાસપોર્ટ રિન્યુઅલને લઈ Gujarat High Court નો મહત્ત્વનો ચુકાદો
  2. ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકશે
  3. બંધારણનાં અનુચ્છેદ 21નું અર્થઘટન કરતા હાઇકોર્ટે કર્યું અવલોકન
  4. વિશ્વમાં મુસાફરી કરવી તે મૂળભૂત બંધારણીય અધિકાર : HC

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) પાસપોર્ટ રિન્યુઅલ અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આરોપી સામે ક્રિમિનલ કેસ (Criminal Case) પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ (Passport Renewal) થઈ શકશે. આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંનેની હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે. ઉચ્ચ ન્યાયાલય એ જણાવ્યું કે, વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે છે પરંતુ, પાસપોર્ટ ઓથોરિટી પાસે એવી કોઈ સત્તા નથી. વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવી એ મૂળભૂત બંધારણીય અધિકાર છે.

આ પણ વાંચો - Gujarat Foundation day : PM Modi અને અમિત શાહે ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી

Advertisement

વિશ્વમાં મુસાફરી કરવી તે મૂળભૂત બંધારણીય અધિકાર : HC

રાજ્યમાં પાસપોર્ટ રિન્યુઅલ અંગે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. બંધારણનાં અનુચ્છેદ 21નું અર્થઘટન કરતા કોર્ટે અવલોકન કર્યું કે વિશ્વમાં મુસાફરી કરવી તે મૂળભૂત બંધારણીય અધિકાર છે. આથી, વ્યક્તિ સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં હવે 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકશે. આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંનેની રહેશે તેવું કોર્ટનું અવલોકન હતું. હાઈકોર્ટે કહ્યું કે, વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે છે પરંતુ, પાસપોર્ટ ઓથોરિટી (Passport Authority) પાસે એવી કોઈ સત્તા નથી. આરોપી સામે કેવા પ્રકારનો ગુનાહિત કેસ પેન્ડિંગ છે તેને જોઈને પાસપોર્ટ કેટલા વર્ષ માટે રિન્યુ કરવો તે નક્કી પાસપોર્ટ ઓફિસ ના કરી શકે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : માંડવીના રિસ્ટોરેશનને લઇને મહારાણી રાધિકારાજેનો છુપો રોષ સામે આવ્યો

કેસ પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં 10 વર્ષ માટે રિન્યુઅલ થઈ શકશે

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારનાં નોટિફિકેશનનું અર્થઘટન કરીને પાસપોર્ટ ઓથોરિટી ક્રિમિનલ કેસ (Criminal Case) પેન્ડિંગ હોય તેવા સંજોગોમાં માત્ર 1 વર્ષ માટે જ પાસપોર્ટ રિન્યુ કરતી હતી. જ્યારે, આ મુદ્દે અરજદાર અદાલતમાં જાય તો 3 થી 5 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થતા હતા. ત્યારે હવે કોર્ટેનાં ચુકાદા બાદ આ અવધીમાં વધારો થયો છે. જણાવી દઈએ કે, પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટે આ કિસ્સામાં ઠેરવ્યું કે કેન્દ્ર સરકારે પાસપોર્ટ એક્ટ હેઠળ બનાવેલા નિયમોનું અર્થઘટન કરવામાં આવે તો પાસપોર્ટ રિન્યુઅલ 10 વર્ષ માટે થવું જોઈએ. આ સિદ્ધાંતને લાગુ કરતા હાઇકોર્ટે આરોપીના પાસપોર્ટને હવે 10 વર્ષ માટે રિન્યૂ કરવા માટેનો હુકમ કર્યો છે. પાસપોર્ટ રિન્યુઅલનાં (Passport Renewal) અને પડતર કેસોમાં આ ચુકાદો સીમાચિન્હ રૂપ બની રહેશે.

આ પણ વાંચો - Porbandar Politics : પોરબંદરના રાજકારણમાં મોટો ભૂકંપ, ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ

Tags :
Advertisement

.

×