ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પતિ-પત્ની અને બ્રેડ બટર..જાણો ચોંકાવનારો બનાવ

અમદાવાદમાં મહિલાની હત્યા અને ફ્લેટમાં આગવાસી બ્રેડ બટરના મુદ્દે દંપતી વચ્ચે થયેલો ઝઘડો જીવલેણ બન્યોઘટના સમયે દંપતીના બંને બાળકો શાળાએ ગયેલા હતાઆરોપી ઘાયલ પતિ સોલા સિવિલમાં સારવાર હેઠળઘાયલ પતિનું પોલીસે નિવેદન લીધુપોલીસે વૈજ્ઞાનિક ઢબે શરુ કરી તપાસઅમદાવાદ (Ahmedabad)ના ગોતા વિસ્તારમાં પતિ- પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીની હત્યા ( Murder) હત્યા થયા બાદ  ફ્લેટમાં આગ (Fire) લગાવી દીધી હોવાનો ચો
02:23 AM Jan 21, 2023 IST | Vipul Pandya
અમદાવાદમાં મહિલાની હત્યા અને ફ્લેટમાં આગવાસી બ્રેડ બટરના મુદ્દે દંપતી વચ્ચે થયેલો ઝઘડો જીવલેણ બન્યોઘટના સમયે દંપતીના બંને બાળકો શાળાએ ગયેલા હતાઆરોપી ઘાયલ પતિ સોલા સિવિલમાં સારવાર હેઠળઘાયલ પતિનું પોલીસે નિવેદન લીધુપોલીસે વૈજ્ઞાનિક ઢબે શરુ કરી તપાસઅમદાવાદ (Ahmedabad)ના ગોતા વિસ્તારમાં પતિ- પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીની હત્યા ( Murder) હત્યા થયા બાદ  ફ્લેટમાં આગ (Fire) લગાવી દીધી હોવાનો ચો
  • અમદાવાદમાં મહિલાની હત્યા અને ફ્લેટમાં આગ
  • વાસી બ્રેડ બટરના મુદ્દે દંપતી વચ્ચે થયેલો ઝઘડો જીવલેણ બન્યો
  • ઘટના સમયે દંપતીના બંને બાળકો શાળાએ ગયેલા હતા
  • આરોપી ઘાયલ પતિ સોલા સિવિલમાં સારવાર હેઠળ
  • ઘાયલ પતિનું પોલીસે નિવેદન લીધુ
  • પોલીસે વૈજ્ઞાનિક ઢબે શરુ કરી તપાસ
અમદાવાદ (Ahmedabad)ના ગોતા વિસ્તારમાં પતિ- પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીની હત્યા ( Murder) હત્યા થયા બાદ  ફ્લેટમાં આગ (Fire) લગાવી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. દંપતીના બે બાળકો સ્કુલમાં ગયા બાદ બંને વચ્ચે વાસી બ્રેડ બટરના નાસ્તા બાબતે ઝઘડો થયો હતો અને તેમાં દંપતીએ એક બીજાને છરીના ઘા માર્યા હતા. હાલ સમગ્ર મામલાની પોલીસ (Police) તપાસ કરી રહી છે.


પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો
અમદાવાદમાં ગોતા વિસ્તારમાં ઈડન V બ્લોકના ચોથા માળે આગ લાગી હતી. બનાવમાં બહાર આવ્યું કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યા બાદ બંનેએ સામ સામે છરીના ઘા માર્યા હતા અને ત્યારબાદ ઘરમાં આગ લગાડી હતી.  દંપતીને બે બાળકો છે પણ બનાવ સમયે  બંને સ્કુલ ગયા હતા. 

શું કહ્યું પતિએ
હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અનિલ બધેલે પોલીસને આપેલા નિવેદનમાં દાવો કરતાં જણાવ્યું કે સવારે તેની પત્ની અનિતાએ નાસ્તામાં બ્રેડ બટર આપી હતી પણ બ્રેડ બટર વાસી હોવાથી તેમાંથી વાસ આવતી હતી અને તેથી તેણે પત્નીને બ્રેડ બટર પાછી આપી ત્યારે પત્નીએ તેમને છરી મારી દીધી હતી. આ ઝઘડામાં અનિલે પણ પત્નીને છરી મારી હતી.ત્યારબાદ અનિતાએ પોતાની જાતે હાથ અને ગળા પર છરી મારી હતી અને ત્યારબાદ તેણે ગેસ સિલિન્ડરની પાઇપ કાઢીને ઘરમાં આગ લગાડી દીધી હતી. 
ઘરમાં આગ લાગતા બંને બહાર દોડ્યા
સવારે પતિ-પત્ની બાળકોને મુકવા સ્કુલમાં ગયા હતા અને ત્યારબાદ પત્ની નાસ્તો બનાવતી હતી. નાસ્તો વાસી હોવાના મુદ્દે બંને ઝઘડો થયો હતો અને ત્યારબાદ એકબીજા પર હુમલો કર્યો હતો. ઘરમાં આગ લાગતાં બંને ઘરની બહાર દોડી આવ્યા હતા. 
પોલીસની ઉંડી તપાસ શરુ
પતિએ આપેલા આ નિવેદન અંગે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરુ કરી હતી. ખરેખ પતિ-પત્ની વચ્ચે ક્યા મુદ્દે ઝઘડો થયો હતો અને કોણે કેની પર હુમલો કર્યો હતો અને ઘમાં આગ કોણે લગાડી હતી તે સહિતના મુદ્દે પોલીસ ઉંડી તપાસ કરી રહી છે. એફએસએલની મદદથી તથા વૈજ્ઞાનિક ઢબે પોલીસ તપાસ કરીને ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. 


પતિ જાપાનની કંપનીમાં સેલ્સ મેનેજર
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે અનિલ બધેલ આગ્રાનો રહેવાસી છે અને જાપાનની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પતિ-પત્ની 2017થી બાળકો સાથે અમદાવાદમાં રહે છે.
બાળકો નોંધારા બન્યા
વાસી નાસ્તાના મુદ્દે ક્ષણના આવેશમાં એક આખો પરિવાર વિંખાઇ ગયો છે. ક્રોધ બુદ્ધીને ભ્રષ્ટ કરી દે છે તેનો આ એક વધુ પુરાવો છે. સામાન્ય બાબતે થયેલો ઝઘડો આટલું મોટુ સ્વરુપ લઇ લે અને નાના બાળકો નોંધારા થઇ ગયા છે. સ્કુલમાં ગયેલા નાના બાળકોને સ્વપ્નનમાં પણ ખ્યાલ નહીં હોય કે તેઓ જ્યારે સ્કૂલમાંથી પરત આવશે ત્યારે તેમની મા નહીં મળે અને પિતા હોસ્પિટલમાં સારવાર લેતા હશે તથા ઘર બળીને ખાખ થઇ ગયું હશે. 
આ પણ વાંચો----અમદાવાદમાં ધૂં..ધૂં..કરતો ફ્લેટ અને દંપતીની ચિસોથી લોકોમાં ભારે ગભરાટ, જુઓ વિડીયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadfireGujaratFirstMurderpolice
Next Article