ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં પહેલા ફેન્સી નંબર પ્લેટ અને હવે બ્લેક ફિલ્મ લગાવનાર સામે લાલ આંખ...! 

અહેવાલ---પ્રદિપ કચીયા, અમદાવાદ અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ટ્રાફિક પોલીસે વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ રાખનારાઓ સામે લાલ આંખ...
02:54 PM May 19, 2023 IST | Vipul Pandya
અહેવાલ---પ્રદિપ કચીયા, અમદાવાદ અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ટ્રાફિક પોલીસે વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ રાખનારાઓ સામે લાલ આંખ...
અહેવાલ---પ્રદિપ કચીયા, અમદાવાદ
અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ટ્રાફિક પોલીસે વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ રાખનારાઓ સામે લાલ આંખ કરી હતી અને હવે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં વાહન ચાલકો બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે. ગઈકાલે પૂર્વ ટ્રાફિક વિભાગ દ્વારા 196 જેટલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વાહનોમાં લાગેલી બ્લેક ફિલમ સ્થળ પર જ હટાવી દેવામાં આવી
શહેરના પૂર્વ વિસ્તારના DCP સફિન હસન અને એમની ટીમ દ્વારા 1 દિવસમાં વાહનોમાં લાગેલી બ્લેક ફિલ્મ હટાવી અને કાયદેસર કાર્યવાહી કરીને ટ્રાફિક વિભાગ દ્વારા કુલ 1,00,500 રૂપિયાના સ્થળ પર જ મેમો આપ્યા હતા. ઉપરાંત વાહનોમાં લાગેલી બ્લેક ફિલમ સ્થળ પર જ હટાવી દેવામાં આવી હતી અને સાથે ભવિષ્યમાં પણ આવી જ રીતે ટ્રાફિક વિભાગ દ્વારા આ પ્રકારે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ટ્રાફિક પૂર્વ વિભાગના DCP સફિન હસન દ્વારા જણાવ્યુ હતું.
આ પણ વાંચો---શું હિન્દુ મનીષ દોશીને પૂછીને કાર્યક્રમ યોજશે ? : યજ્ઞેશ દવે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AhmedabadAhmedabad Traffic Police
Next Article