Ahmedabad : નરોડામાં સામે રહેતી યુવતીની કરી હત્યા, પછી મિત્રના ઘરે ગયો યુવક અને..!
- Ahmedabad નાં નરોડામાં હત્યા-આત્મહત્યાની ચકચારી ઘટના
- યુવકે યુવતીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી જીવન ટુંકાવ્યું
- યુવતીની હત્યા કર્યા બાદ યુવકે રામોલમાં મિત્રનાં ઘરે આત્મહત્યા કરી
- બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનો પ્રાથમિક અનુમાન
અમદાવાદનાં (Ahmedabad) નરોડા વિસ્તારમાંથી હચમચાવે એવી ઘટના સામે આવી છે. વિસ્તારમાં રહેતા એક યુવકે યુવતીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટના બની છે. આ મામલે જાણ થતાં નરોડા પોલીસની (Naroda Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. બંને મૃતક સામસામે રહેતા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનો પ્રાથમિક અંદાજ છે.
આ પણ વાંચો - Swaminarayan સંપ્રદાયની વધુ એક પુસ્તક વિવાદમાં! ભગવાન શિવ-પાર્વતીનું ઘોર અપમાન!
મૃતક બંને એકબીજાની આમને-સામને રહેતા હતા
પ્રાથમિક અહેવાલ અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) નરોડા વિસ્તારમાં આવેલા મુસ્લિમ મહોલ્લોમાં ઈર્શાદ ઉર્ફે ગુડુ નામનો યુવક અને સોનું નામની યુવતી આમને-સામને રહેતા હતા. બંને એકબીજાને પ્રેમ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. સાંજનાં 4.30 વાગ્યાની આસપાસ ગુડુ સોનુનાં ઘરે ગયો હતો અને તે એકલી હતી ત્યારે બન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આથી, ઉશ્કેરાયેલા ગુડુએ સોનુંની છરી મારીને હત્યા કરી હતી અને ત્યાર બાદ રામોલમાં (Ramol) ગરીબ આવાસનાં ચાર માળિયા ફ્લેટમાં તેના મિત્રના ઘરે ગયો હતો.
આ પણ વાંચો - Anand : પોતે DySP હોવાની ખોટી ઓળખ આપનાર નિશા વ્હોરા સામે નોંધાયો ગુનો
રામોલમાં મિત્રના ઘરે જઈ યુવકે આપઘાત કર્યો
અહેવાલ મુજબ, હત્યારા ગુડુના મિત્રના ઘરે સામાન બદલવાનું કામ ચાલી રહ્યું હોવાથી મિત્ર ચા-પાણી કરવા માટે ઘરની બહાર ગયો હતો. દરમિયાન, ઈર્ષાદે મિત્રનાં ઘરે જ આપઘાત કર્યો હોવાની પોલીસને પ્રાથમિક વિગત મળી છે. આ મામલે હાલ નરોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - જલારામ બાપા અંગે જ્ઞાનપ્રકાશ સ્વામીની ટિપ્પણીનો મુદ્દો, MLA જયેશ રાદડિયાએ આપી પ્રતિક્રિયા