ખોખરામાં બાળપણના પરિચિત યુવક પાસે લિફ્ટ લેવી મહિલાને પડી મોંધી,જાણો શું થયું?
અમદાવાદ શહેરમાં મિત્રો પાસે લિફ્ટ લેવી મહિલાને ભારે પડી છે. પૂર્વ અમદાવાદમાં રહેતી ૪૩ વર્ષીય મહિલા 23 મીમેં ના રોજ રાત્રિના આઠ વાગ્યાના સમયે પોતાના ઘરેથી નીકળીને ખોખરા ઈલાજ રેલવે ક્રોસિંગ બાજુ જઈ રહી હતી. ત્યારે રાતના બાર વાગ્યાના સમયે ધ્રુવીલ રાણા નામનો સગીરે પોતાના મિત્ર સાથે એક્ટિવા લઈને મહિલા પાસે આવ્યો હતો. મહત્વનું છે કે ધ્રુવીલ રાણા મહિલાના માતાપિતા રહેતા હતા તેજ સોસાયàª
Advertisement
અમદાવાદ શહેરમાં મિત્રો પાસે લિફ્ટ લેવી મહિલાને ભારે પડી છે. પૂર્વ અમદાવાદમાં રહેતી ૪૩ વર્ષીય મહિલા 23 મીમેં ના રોજ રાત્રિના આઠ વાગ્યાના સમયે પોતાના ઘરેથી નીકળીને ખોખરા ઈલાજ રેલવે ક્રોસિંગ બાજુ જઈ રહી હતી. ત્યારે રાતના બાર વાગ્યાના સમયે ધ્રુવીલ રાણા નામનો સગીરે પોતાના મિત્ર સાથે એક્ટિવા લઈને મહિલા પાસે આવ્યો હતો. મહત્વનું છે કે ધ્રુવીલ રાણા મહિલાના માતાપિતા રહેતા હતા તેજ સોસાયટીમાં રહેતો હોવાથી મહિલા નાનપણથી તેને ઓળખતી હતી .જેથી મહિલાએ ધૃવિલ રાણા પર ભરોસો કરી તેની સાથે અન્ય એક વ્યક્તિ એકટીવા એક્ટીવા પર બેસી ગઈ હતી.
બંને યુવકોએ મહિલાને એક્ટીવા પર બેસાડીને રેલવેના પાટા પાસે લઈ ગયા હતા, જ્યાં બંને શખ્સોએ મહિલાને અંધારામાં લઇ જઇ બળજબરીથી મહિલા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મહિલા ચાલતી ચાલતી ભાઈપુરા બાજુ જઈ રહી હતી, ત્યારે ધૃવિલ રાણા અને તેની સાથેનો યુવક ફરીવાર એકટીવા લઈને તેની પાસે આવ્યા હતા.તેને એક્ટીવા પર બેસાડીને ખોખરા જાડેજા ચાર રસ્તા ઉપર ઉતારીને ભાગી ગયા હતા.
આ ઘટનાથી હેતબાઈ ગયેલી મહિલા ત્યાંજ આસપાસના દુકાનના ઓટલા ઉપર જ સુઈ ગઇ હતી અને સવારે ઊઠીને ચાલતાં માતા-પિતાના ઘરે જઈને પતિને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. આ સમગ્ર મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં બે યુવકો સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી ધૃવિલ રાણા અને તેની સાથેના યુવકની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે આ સમગ્ર મામલે ખોખરા પોલીસે આરોપીઓ અને ભોગ બનનાર મહિલાની મેડિકલ તપાસ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


