ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના એક જવેલર્સમાં કર્મચારીએ રૂ. 60 લાખના દાગીનાની કરી ઉચાપત, જાણો કેવી રીતે ભાંડો ફૂંટ્યો

અહેવાલ - પ્રદિપ કચિયા  આજના સમયમાં કોના પર વિશ્વાસ રાખવો અને કોના પર નહીં તે કહેવું મુશ્કિલ છે. તાજેતરમાં એક એવી ઘટના બની છે જેમા એક જવેલર્સના વેપારીને રૂ. 60 લાખનો ચુનો લગાવ્યો હતો. જોકે હવે પોલીસે તેની ધરપકડ કરી...
02:10 PM Oct 22, 2023 IST | Hardik Shah
અહેવાલ - પ્રદિપ કચિયા  આજના સમયમાં કોના પર વિશ્વાસ રાખવો અને કોના પર નહીં તે કહેવું મુશ્કિલ છે. તાજેતરમાં એક એવી ઘટના બની છે જેમા એક જવેલર્સના વેપારીને રૂ. 60 લાખનો ચુનો લગાવ્યો હતો. જોકે હવે પોલીસે તેની ધરપકડ કરી...

અહેવાલ - પ્રદિપ કચિયા 

આજના સમયમાં કોના પર વિશ્વાસ રાખવો અને કોના પર નહીં તે કહેવું મુશ્કિલ છે. તાજેતરમાં એક એવી ઘટના બની છે જેમા એક જવેલર્સના વેપારીને રૂ. 60 લાખનો ચુનો લગાવ્યો હતો. જોકે હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ઘટનાની વાત કરીએ સાયન્સ સીટીમા આવેલા અંલકાર જવેલર્સના માલીક મનોજભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે તેમના જવેલર્સમા મેનેજર તરીકે કામ કરતા વિક્રમભાઈ રાવલે તેમની જાણ બહાર ટુકડે ટુકડે રૂ. 60 લાખના દાગીનાની ઉચાપત કરીને બીજે વેચાણ કરી દીધા હતા.

સોનાના દાગીના મીસીંગ થતા વેપારીને શંકા ગઈ હતી અને તેમણે CCTV ચેક કરતા મેનેજર વિક્રમભાઈ રાવલ દાગીનાની ચોરી કરતા કેદ થયા. જેથી વેપારીઓ બોડકદેવ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી. પકડાયેલ આરોપી વિક્રમ રાવલ છેલ્લા 2 વર્ષથી અલંકાર જવેલર્સમા મેનેજર તરીકે નોકરી કરતો હતો. આ જવેલર્સ સોનાચાંદીના વેપારીઓ પાસેથી તૈયાર દાગીનાની ખરીદી કરીને વેચાણ કરે છે. જેથી મહારાષ્ટ્રથી તૈયાર દાગીના આવે ત્યારે દાગીના ખરીદી કરીને કંપનીના ટેગ લગાવીને દાગીનાનુ વેચાણ કરવાના વ્યવહારની માહીતી આરોપી રાખતો હતો.

કપંનીએ દાગીનાની કરેલી ખરીદ વેચાણની એન્ટ્રી કોમ્પયુટર અને મેન્યુઅલ ચોપડામા લખતો હતો. એક વર્ષ પહેલા તેને લાલચ આવતા તેણે દાગીનાની ચોરી શરૂ કરી. અને હિસાબોના લખાણમા પણ ચેડા શરૂ કર્યા. આ બાબતની જાણ વેપારીને થતા તેમણે મેનેજર પર વોચ રાખીને સીસીટીવી ફુટેજ ચેક કરતા મેનેજરનો ભાંડો ફુટયો. બોડકદેવ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. જવેલર્સમા થયેલી 60 લાખની ચોરી અને ઉચાપતને લઈને બોડકદેવ પોલીસે વિક્રમ રાવલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો. આ સોનાના દાગીના આરોપીએ કયા કયા સોની વેપારીને વેચ્યા છે. તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી.

આ પણ વાંચો - અમદાવાદમાંથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ. ૧૭.૫ લાખની કિમતનો જથ્થો પકડાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabad NewsCCTVEmployee PaidjewelleryManager Vikrambhai Rawaltraders
Next Article