Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : રાણીપમાં માતાએ પ્રેમી સાથે મળીને કર્યું 4 વર્ષના બાળકનું અપહરણ, વાંચો અહેવાલ

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદના રાણીપ વિસ્તારમાં 4 વર્ષના બાળકનું તેની માતાએ પ્રેમી સાથે મળીને અપહરણ કર્યું હતું. આ મામલે રાણીપ પોલીસે તપાસ કરીને માતા અને તેના પ્રેમીની કલોલથી ધરપકડ કરી હતી. માતાએ બાળકનું અપહરણ કર્યું મળેલી માહિતી મુજબ રાણીપ વિસ્તારમાં...
ahmedabad   રાણીપમાં માતાએ પ્રેમી સાથે મળીને કર્યું 4 વર્ષના બાળકનું અપહરણ  વાંચો અહેવાલ
Advertisement

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ

અમદાવાદના રાણીપ વિસ્તારમાં 4 વર્ષના બાળકનું તેની માતાએ પ્રેમી સાથે મળીને અપહરણ કર્યું હતું. આ મામલે રાણીપ પોલીસે તપાસ કરીને માતા અને તેના પ્રેમીની કલોલથી ધરપકડ કરી હતી.

Advertisement

માતાએ બાળકનું અપહરણ કર્યું

Advertisement

મળેલી માહિતી મુજબ રાણીપ વિસ્તારમાં એક 4 વર્ષનું બાળક તેના પિતા સાથે રહે છે. બાળકની માતા લગ્ન બાદ પણ પ્રેમ સંબંધમાં હોવાથી લગ્નનાં 7 વર્ષ પછી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ગુરુવારે બાળક તેના દાદા-દાદી સાથે હતો ત્યારે તેની માતા અને તેની સાથે આવેલા બે સાગરીતોએ 4 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. જે મામલે રાણીપ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી જયારે પ્રાથમિક તપાસમાં જ ખુલાસો થઇ ચુક્યો હતો કે બાળકનું અપહરણ તેની માતાએ કર્યું છે.

6 મહિના પહેલા તેના પતિ અને 4 વર્ષ પુત્રને છોડીને ભાગી ગઈ

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં એક 36 વર્ષીય યુવકના વર્ષ 2016માં કલોલની એક યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન થયા બાદ યુવકની પત્ની પ્રેમ સંબંધમાં હોવાથી આશરે 6 મહિના પહેલા તેના પતિ અને 4 વર્ષ પુત્રને છોડીને ભાગી ગઈ હતી. જ્યારે તેનો પુત્ર અને પતિ સાથે રહેતા હતા અને છોકરો જુનિયર કે.જી.માં અભ્યાસ કરે છે.

4 વર્ષના બાળકનું અપહરણ

ગુરૂવારે સવારે આ યુવક સવારે નોકરીએ ગયો હતો અને રાત્રે પરત આવીને બીઆરટીએસ બસસ્ટેન્ડથી ચાલીને ઘરે જતો હતો ત્યારે તેના પિતાએ ફોન કરીને જાણ કરી કે ઘરમાં દિનેશ પરમાર નામનો શખ્સ તેના મિત્ર સાથે આવ્યો હતો અને ચપ્પુ જેવુ હથિયાર બતાવી ચાર વર્ષના બાળકનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા. આ જે બે શખ્સો આવ્યા ત્યારે તેમની સાથે બાળકની માતા પણ આવી હતી જે રીક્ષામાં બેસી રહી હતી.

રાણીપ પોલીસે આરોપીને ઝડપી લીધા

રાણીપ પોલીસે મહિલા અને બે શખ્સો સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ કરી ત્યારે મહિલા કલોલમાં તેના પ્રેમી સાથે લિવઇનમાં રહેતી હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતું. જેથી પોલીસે એક ટીમ ત્યાં મોકલતા મહિલા અને દિનેશ નામના આરોપીને શોધી કાઢ્યા હતા. આરોપીની ધરપકડની સાથે સાથે પોલીસે બાળકને પણ છોડાવ્યું હતું અને તેના પિતાને સોંપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-----CHOTAUDEPUR : ગુરુકૃપા વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળશે તેવી ભીતિ

Tags :
Advertisement

.

×