94

અમદાવાદમાં કયાં પડયાં ઇન્કમટેક્સનાં દરોડા?
અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સુપર સર્ચ ઓપરેશન હાથ ધરાયાનું ‘ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ’ પાસે એક્સક્લુઝિવ માહિતી છે. અમદાવાદમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં બે મોટા બિલ્ડરને ત્યાં તવાઇ પડતાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. શિલ્પ જૂથ અને શિવાલિક જૂથનાં 25 થી વધુ સ્થળો પર દરોડાની કામગીરી કરાતાં બિઝનેસમેન-ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બંને ગ્રુપનાં ભાગીદારોનાં રહેઠાણ પર પણ દરોડાની કામગીરી કરવામાં આવી હતી.અમદાવાદનાં એક-બે બ્રોકરને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગે તપાસ
હાથ ધરી હતી.

કોરોનાની ત્રીજી લહેર બાદ એકશનમાં IT વિભાગ
મહત્વપૂર્ણ છે કે કોરોનાકાળમાં ત્રીજી લહેર બાદ ઇન્કમટેક્સનું પહેલું સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.અગાઉ કોરોનાકાળમાં ત્રીજી લહેરની અસર જોવા મળી હતી.જેને લીધે ઇન્કમટેક્સ વિભાગની દરોડાની કામગીરી બંધ હતી પણ હવે ત્રીજી લહેર બાદ ઇન્કમટેક્સનું પહેલું સર્ચ ઓપરેશન યથાવત છે. ઇન્કમટેક્સનાં સર્ચ ઓપરેશન બાદ તપાસને અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો ઝડપાય તેવી શકયતા વ્યકત કરાઇ છે.