Road Accidents in Gujarat: ગુજરાતમાં વર્ષે 15,500 થી વધુ માર્ગ અકસ્માતો, જાણો NCRB ના ચોંકાવનારા આંકડા
- ગુજરાત (Gujarat) માં માર્ગ અકસ્માતમાં થતા મોતમાં ચિંતાજનક વધારો
- એક વર્ષમાં રાજ્યમાં 15500થી વધુ અકસ્માત
- રોડ અકસ્માતમાં કુલ 7717લોકોએ જીવ ગુમાવ્યા
- નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કર્યા આંકડા
Road Accidents in Gujarat: ગુજરાત (Gujarat) માં રસ્તાઓ પર દોડતા વાહનો હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યમાં 15,500 થી વધુ અકસ્માતો નોંધાયા છે, જેમાં કુલ 7,717 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે દરરોજ સરેરાશ 21 થી વધુ લોકો માર્ગ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
Gujarat ના ચાર મુખ્ય શહેરોમાં અકસ્માત અને મૃત્યુનો આંકડો
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના આંકડા મુજબ ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં માર્ગ અકસ્માતની સ્થિતિ ચિંતાજનક છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1,586 અકસ્માતોમાં 410 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં 659 અકસ્માત સામે 314 મોત નોંધાયા છે, જે અન્ય શહેરોની સરખામણીએ ઘણો ઊંચો મૃત્યુદર દર્શાવે છે. વડોદરામાં 557 અકસ્માતમાં 183 લોકોના મોત થયા છે, જ્યારે રાજકોટમાં 416 અકસ્માતની ઘટનાઓમાં 160 લોકોના કરુણ મોત નિપજ્યા છે. એકંદરે, આ આંકડાઓ સાબિત કરે છે કે અમદાવાદમાં અકસ્માતોની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ સુરતમાં અકસ્માત દીઠ મોતના કિસ્સાઓનું પ્રમાણ વિશેષ ચિંતાજનક છે.
ગુજરાતમાં અકસ્માતોમાં ઓવરસ્પીડ બની સૌથી મોટી દુશ્મન
NCRB ના રિપોર્ટમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, રાજ્યમાં થતા કુલ અકસ્માતોમાંથી 82 ટકા અકસ્માતો માટે 'ઓવરસ્પીડ' મુખ્ય કારણ છે. વાહનચાલકો દ્વારા નિયત મર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવવાની લાયમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે.
ટુ-વ્હીલર ચાલકો સૌથી વધુ સુરક્ષિત નથી
અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ સંખ્યા ટુ-વ્હીલર ચાલકોની છે. આંકડા મુજબ, વર્ષ દરમિયાન કુલ 3,365 ટુ-વ્હીલર ચાલકોના મોતનિપજ્યા છે. હેલ્મેટનો અભાવ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન આ મૃત્યુ પાછળના ગૌણ કારણો માનવામાં આવે છે.
આ પણ વાંચો: Banaskantha ના ખેડૂતો માટે મોટી ખુશખબર, રુ.67 કરોડનો સિંચાઈ પ્રોજેક્ટ મંજૂર


