ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોરોનાના કેસ વધતાં માસ્ક પહેરવું હવે ફરજીયાત થવાની શક્યતા

અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી એક વાર કોરોનાએ ચિંતાજનક હદે માથું ઉંચક્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસનો આંકડો 100ની પાર થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી સમયમાં માસ્ક ફરજીયાત થઇ શકે તેવી શક્યતા છે.જો માસ્ક નહી પહેરો તો 1 હજાર રુપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવે તેવી શક્યતા છે. કોરોનાની ત્રણ લહેર બાદ હવે ચોથી લહેર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
07:24 AM Jun 11, 2022 IST | Vipul Pandya
અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી એક વાર કોરોનાએ ચિંતાજનક હદે માથું ઉંચક્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસનો આંકડો 100ની પાર થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી સમયમાં માસ્ક ફરજીયાત થઇ શકે તેવી શક્યતા છે.જો માસ્ક નહી પહેરો તો 1 હજાર રુપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવે તેવી શક્યતા છે. કોરોનાની ત્રણ લહેર બાદ હવે ચોથી લહેર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી એક વાર કોરોનાએ ચિંતાજનક હદે માથું ઉંચક્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસનો આંકડો 100ની પાર થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી સમયમાં માસ્ક ફરજીયાત થઇ શકે તેવી શક્યતા છે.જો માસ્ક નહી પહેરો તો 1 હજાર રુપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવે તેવી શક્યતા છે. 
કોરોનાની ત્રણ લહેર બાદ હવે ચોથી લહેર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્રીજી લહેર બાદ રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડો થઇ ગયો હતો પણ હવે ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચક્યું છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં વધઘટ થતી હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે અને કેસનો આંકડો રોજ 100ની ઉપર જઇ રહ્યો છે. 
કોરોનાના કેસ વધતાં હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને રાજ્યના વિવિધ શહેરોમાં ડોમ લગાવીને ટેસ્ટિંગ ચાલું કરી દેવાયા છે. કોરોનાના કેસ ઘટતાં માસ્ક ના પહેરવા પર કોઇ કાર્યવાહી થતી ન હતી પણ હવે કોરોનાના કેસમાં જ્યારે વધારો થઇ રહ્યો છે ત્યારે માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવું સહિતની કોરોનાની ગાઇડ લાઇનું ચુસ્ત પાલન કરાવાય તેવી શક્યતા જોવા મળી રહી છે. 
કોરોનાના કેસ વધતાં અમદાવાદ સહિત રાજયના વિવિધ શહેરોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત બની શકે છે. જો માસ્ક નહીં પહેરો તો અગાઉની જેમ 1 હજાર રુપિયાનો દંડ પણ વસુલાય તેવી શક્યતા જોવા મળી રહી છે.  અગાઉ કોરોનાના સમયગાળા દરમ્યાન 1 હજાર દંડની  જોગવાઈ હતી. શહેરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા માસ્કનું ચેકીંગ શરુ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. 
Tags :
CoronaGujaratFirstmandatoryMaskSocialDistanceWear
Next Article