Indus University માં વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસક્રમોની સુવિધા
ઇન્ડસ યુનિવર્સિટીનું (Indus University) નૈસર્ગિક અને વિશાળ કેમ્પસમાં એન્જિનિયરિંગ, ડિઝાઇન અને આર્કિટેક્ચર, કમ્પ્યુટર સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ, એવિએશન ટેક્નોલોજી, ક્લિનિકલ રિસર્ચ, સ્કિલ ડેવલપમેન્ટ, ઇન્ડિક સ્ટડીઝ, આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝ, કોમર્સ, ફાર્માસ્યુટિકલ સાયન્સિસ, એપ્લાઇડ સાયન્સિસ, ડિઝાઇન, આર્કિટેક્ચર અને લૉ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસક્રમો પ્રદાન કરે છે.
વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્રનિર્માણ સાથે શિક્ષણ
ઇન્ડસ યુનિવર્સિટીની એક વિશેષતાએ છે કે શિક્ષણ માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત નથી. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, શિસ્ત, સામાજિક જવાબદારી, રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી, સંવેદનશીલતા અને સેવાભાવ વિકસાવવા માટે વિવિધ અભ્યાસક્રમ અને સામાજિક પ્રવૃત્તિઓનું યોજનાબદ્ધ અને સુસંગત આયોજન કરવામાં આવે છે.
NCC, NSS થકી વિદ્યાર્થીઓને સમાજ-રાષ્ટ્ર સાથે જોડવાનો પ્રયાસ
કેમ્પસ પર કાર્યરત NCC ની આર્મી, નેવી અને એર વિંગ્સ તેમજ નેશનલ સર્વિસ સ્કીમ (NSS) જેવી પહેલો વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્ર સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર સમાજ પાસેથી શું મેળવી શકાય તે જ નહીં, પરંતુ સમાજને પરત આપવાની પોતાની જવાબદારીને પણ વધુ ઊંડાણપૂર્વક સમજે છે. વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિને માત્ર પરંપરા તરીકે નહીં, પરંતુ તેના બૌદ્ધિક, વૈજ્ઞાનિક, સામાજિક અને માનવીય પરિમાણો સાથે સમજી શકે તે માટે સેન્ટર દ્વારા વ્યાખ્યાન, સંવાદ, ચર્ચા, વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો તથા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
CIS નું મુખ્ય મહત્વ એ છે કે તે “પોતાના મૂળ સાથે જોડાયેલા રહીને સર્વાંગી શિક્ષણ મેળવવાની” ભાવનાને પ્રોત્સાહન આપે છે. ટેક્નોલોજી અને વૈશ્વિકીકરણના યુગમાં વૈશ્વિક નાગરિક બનવાની સાથે પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ અને પાયાના મૂલ્યો પ્રત્યે જાગૃત રહેવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આ દિશામાં CIS વિદ્યાર્થીઓને વૈશ્વિક દૃષ્ટિકોણ અપનાવવા સાથે વિશ્વને ભારતીય દૃષ્ટિથી જોવાની પ્રેરણા આપે છે.
મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન
SETU અંતર્ગત મહિલાઓની સુરક્ષા, ગૌરવ, સમાનતા, કાનૂની અધિકારો, સમાન તકો અને મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર વ્યાખ્યાન શ્રેણી, સંવાદ અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્ત્રી પુરુષના ભેદભાવ વિના દરેક વ્યક્તિને સમાન સન્માન, અધિકારો, શિક્ષણ, ન્યાય અને તકો પ્રાપ્ત થાય તેવા કેમ્પસ વાતાવરણના નિર્માણ માટે વિવિધ પહેલ હાથ ધરવામાં આવે છે.
મહિલા વિદ્યાર્થીઓનાં સશક્તિકરણ-સુરક્ષાને વધુ મજબૂત બનાવી
મહિલાઓને શિક્ષણ, વ્યવસાયિક જીવન, કોર્પોરેટ ક્ષેત્ર અને સમાજમાં સમાન રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવું, પરંપરાગત રૂઢિચુસ્ત છબીઓથી આગળ વધવું અને સમાનતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવું એ SETU ની પ્રવૃત્તિઓનો મહત્વપૂર્ણ ભાગ છે. યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ડૉ. નાગેશ ભંડારી અને ડૉ. રિતુ ભંડારી તથા વાઇસ પ્રેસિડેન્ટ કુ. રાધિકા ભંડારીના સક્ષમ અને મજબૂત માર્ગદર્શન હેઠળ ઇન્ડસ યુનિવર્સિટીએ મહિલા વિદ્યાર્થીઓના સશક્તિકરણ અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે.
આ પહેલનો મુખ્ય હેતુ માત્ર યુવા મહિલાઓમાં વ્યવહારુ સ્વરક્ષણ કૌશલ્યો વિકસાવવાનો નથી, પરંતુ તેમનો આત્મવિશ્વાસ, જાગૃતિ તથા શારીરિક અને માનસિક સજ્જતા વધારવાનો પણ છે.
આ પણ વાંચો- Gujarat University અને GTU માં PhD એન્ટ્રન્સ પરીક્ષા: જાણો પરીક્ષા કેન્દ્રો પર કેવી છે વ્યવસ્થા