Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

INDvsENG: આજે મોદી સ્ટેડિયમમાં મેચના પગલે અમદાવાદના આટલા રસ્તાઓ રહેશે બંધ

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI મેચના પગલે મોદી સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીના રસ્તા પર સવારે 9 વાગ્યાથી રાત્રે મેચ પૂર્ણ થાય ત્યાં સુધી વાહનોની અવર જવર પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
indvseng  આજે મોદી સ્ટેડિયમમાં મેચના પગલે અમદાવાદના આટલા રસ્તાઓ રહેશે બંધ
Advertisement
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે મેચનું આયોજન
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખો લોકો ઉમટી પડશે
  • AMTS અને મેટ્રો પણ મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે

અમદાવાદ : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI મેચના પગલે મોદી સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીના રસ્તા પર સવારે 9 વાગ્યાથી રાત્રે મેચ પૂર્ણ થાય ત્યાં સુધી વાહનોની અવર જવર પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એએમટીએસની વધારાની 104 બસ અને મેટ્રોની સેવાની ફ્રિકવન્સીમાં વધારો કરી દેવાયો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI સીરીઝ રમાઇ રહી છે, જેની ત્રીજી મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન આજે લોકોએ ટ્રાફિકમાં ન ફસાવું પડે, તે માટે આજે એએમટીએસની વધારાની 104 બસો દોડાવવામાં આવશે. જેમાં 13 રૂટની 79 બસો અને 5 રૂટની 25 બસો દોડાવવામાં આવશે. કૂલ 18 રૂટ પર વધારાની 104 બસો આજે દોડાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે મેચના કારણે સ્ટેડિયમ તરફ જવાનો રસ્તો પણ બંધ રખાયો છે.

Advertisement

ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મેચના પગે જનપથથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીના રોડ પર સવારે 9 વાગ્યાથી જ મેચ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવર જવર પર સંપુર્ણ પ્રતિબંધ રહેશે. આ રસ્તો બંધ રહેવાને કારણે વાહન ચાલકો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસતથી જનપથ થઇને અવર જવર કરી શકશે. આ ઉપરાંક કૃપા રેસિડેન્સિથી શરણ સ્ટેટ ચાર રસ્તા થઇને કોટેશ્વર રોડ પર થઇને એપોલો સર્કલ તરફ જઇ શકશો.

Advertisement

અમદાવાદમાં મેટ્રો પણ દર વખતે મેચ સમયે મોડે સુધી ચાલુ રાખવામાં આવશે. રાત્રે 12 વાગ્યા સુધી મેચ પૂર્ણ ન થાય ત્યાં સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીનો મેટ્રો રૂટ ચાલુ રહેશે.

Tags :
Advertisement

.

×