Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

International Yoga Day : સવારે 6.45 થી 7.45 કલાક સુધી કરાશે ઉજવણી, અ'વાદ કલેક્ટરને આપી માહિતી

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 6.45 થી 7.45 કલાક સુધી યોગ દિવસની ઉજવણી કરાશે.
international yoga day   સવારે 6 45 થી 7 45 કલાક સુધી કરાશે ઉજવણી  અ વાદ કલેક્ટરને આપી માહિતી
Advertisement
  1. યોગ દિવસની ઉજવણીને લઈને અમદાવાદ કલેક્ટરનું નિવેદન (International Yoga Day)
  2. "21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે"
  3. "અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઉજવણી કરાશે"
  4. "6.45 થી 7.45 કલાક સુધી યોગ દિવસની ઉજવણી કરાશે"
  5. "2000 જેટલા લોકો SGVP ખાતે ઉજવણી માટે આવશે"

International Yoga Day : ભારત સહિત વિશ્વભરમાં 21 જૂને 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરાશે. 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' (International Yoga Day 2025) નિમિત્તે ગુજરાતભરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મેટ્રો સિટી અમદાવાદમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ઉજવણીને લઈ કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 6.45 થી 7.45 કલાક સુધી યોગ દિવસની ઉજવણી કરાશે. 1464 જેટલા કેન્દ્રો પર 3.25 લાખ જેટલા લોકો ઉજવણીમાં ભાગ લેશે.

આ પણ વાંચો  -Panchmahal : હાલોલની હોટેલનાં રૂમમાંથી આધેડનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર!

Advertisement

21 મી જૂને સવારે 6.45 થી 7.45 કલાક સુધી યોગ દિવસની ઉજવણી કરાશે : કલેક્ટર

અમદાવાદ કલેક્ટર સુજીત કુમારે (Sujit Kumar) 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ઉજવણી અંગેનાં કાર્યક્રમો વિશે માહિતી આપતા જણાવ્યું કે, 21 જૂને 'વિશ્વ યોગ દિવસ' (International Yoga Day) તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વિવિધ કાર્યક્રમ યોજીને ઉજવણી કરાશે. 21 મી જૂને સવારે 6.45 થી 7.45 કલાક સુધી યોગ દિવસની ઉજવણી કરાશે. SGVP ખાતે 2000 જેટલા લોકો ઉજવણી માટે આવશે. જ્યારે 1464 જેટલા કેન્દ્રો પર 3.25 લાખ જેટલા લોકો ઉજવણીમાં ભાગ લેશે. યોગનો મુખ્ય ઉદ્દેશ્ય હેલ્થ અને મેદસ્વીતા મુક્ત કરવાનો રહેશે.

Advertisement

આ પણ વાંચો  -Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવશે, વાંચો વિગત

લોથલ હેરિટેજ સાઇટ પર 'યોગ દિવસ' નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, સફળ આયોજન માટે અલગ-અલગ સોસાયટી આ કાર્યક્રમમાં ભાગ લેશે. સ્વંયભુ લોકો યોગનાં ક્રાયક્રમમાં જોડાય તેવા પ્રયત્નો કરાયા છે. લોથલ હેરિટેજ સાઇટ (Lothal Heritage Site) પર વિશેષ યોગ દિવસનું આયોજન કરાયું છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારે વરસાદને કારણે જ્યાં પાણી ભર્યા છે ત્યાં આગળ પોલીસ અને જિલ્લા તંત્ર કામ કરી રહ્યું છે. રોજ યોગા કરી ફીટ રહેવાનો મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટેનો આ પ્રયાસ છે.

આ પણ વાંચો  -LIVE:Rain in Gujarat : સુરતમાં BRTS બસમાં બેદરકારીનો Video વાઇરલ, વાપીમાં રેલવે સ્ટેશનની ખરાબ હાલત

Tags :
Advertisement

.

×