IPL Final 2026: મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે બે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો વિગત
IPL Final 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી આઈપીએલ (IPL) મહાફાઈનલ મેચને પગલે ક્રિકેટ રસિકોના ભારે ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચે બે સ્પેશિયલ એસી સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે બે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
આ વિશેષ ટ્રેનોનું સંચાલન 31 મે અને 1 જૂનના રોજ ખાસ ભાડા (Special Fare) સાથે કરવામાં આવશે. આ સંપૂર્ણ એરકન્ડિશન્ડ ટ્રેનોના કારણે મુંબઈ અને ગુજરાતના ક્રિકેટ ચાહકોને મેચ જોવા માટે આવા-જવામાં મોટી રાહત મળશે.
31 મે અને 1 જૂનના રોજ થશે સંચાલન
મેચ દરમિયાન મુસાફરોનો ધસારો અને ભારે માંગને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન 31 મે અને 1 જૂન, 2026 ના દિવસો દરમિયાન કરવામાં આવશે. જેથી જે ચાહકો પાસે ફાઈનલ મેચની ટિકિટ છે તેઓ સરળતાથી સમયસર સ્ટેડિયમ પહોંચી શકે અને મેચ પૂર્ણ થયા બાદ પરત ફરી શકે.
વિશેષ ભાડા સાથે દોડશે ટ્રેન
રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ બંને ટ્રેનોનું સંચાલન વિશેષ ભાડા (Special Fare) સાથે કરવામાં આવશે. આ ટ્રેનો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ (AC) અને સુપરફાસ્ટ કેટેગરીની રહેશે, જેથી મુસાફરો ગરમીની સિઝનમાં પણ આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકે.
IPL ફાઇનલને લઈને મુસાફરો માટે ખાસ વ્યવસ્થા । Gujarat First#IPLFinal #IPL2026 #Ahmedabad #Mumbai #SpecialTrain #IndianRailways #CricketFans #IPLTravel #RailwayUpdate #SuperfastTrain #ACTrain #TravelUpdate #AhmedabadToMumbai #MumbaiToAhmedabad #IPLFinal2026 #SportsNews #RailNews… pic.twitter.com/0WywKT87FP
— Gujarat First (@GujaratFirst) May 30, 2026


