Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran Israel War: દુબઈમાં આકાશમાંથી મિસાઈલોનો વરસાદ: ફસાયા 50 ગુજરાતીઓ!

Gujaratis Stranded in Dubai: ઈરાન-ઇઝરાયલ યુદ્ધના તણાવને કારણે દુબઈ, કુવૈત અને ઈરાનમાં સેંકડો ગુજરાતીઓ ફસાઈ ગયા છે. ફ્લાઈટો રદ થતા સુરત, અમદાવાદ અને મહેસાણાના અનેક પરિવારો અટવાયા છે. ભારત સરકાર અને સ્થાનિક સાંસદો વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. હાલ તમામ ભારતીયો સુરક્ષિત છે, પરંતુ વતન પરત ફરવા માટે એરસ્પેસ ખુલવાની રાહ જોઈ રહ્યા છે.
iran israel war  દુબઈમાં આકાશમાંથી મિસાઈલોનો વરસાદ  ફસાયા 50 ગુજરાતીઓ
Advertisement
  • Iran-Israel War તણાવથી દુબઈમાં ગુજરાતીઓ ફસાયા
  • સુરત અમદાવાદના 32 થી 50 લોકો દુબઈમાં અટવાયા
  • ફ્લાઈટો રદ થતા મુસાફરો દુબઈમાં ફસાઈ ગયા
  • જરીવાળા પરિવારના 25 સભ્યો પણ દુબઈમાં અટકાયા
  • દુબઈ સુરત ફ્લાઈટ કેન્સલ થતા મુશ્કેલી વધી ગઈ
  • અટવાયેલા ગુજરાતીઓએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી
  • પરિવાર સાથે સતત વીડિયો કોલ પર સંપર્કમાં છે મુસાફરો

Iran Israel War: ઈરાન અને ઇઝરાયલ (Iran-Israel War) વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવને કારણે મધ્ય પૂર્વ (Middle East) ના દેશોમાં ભયનો માહોલ છે. આ સ્થિતિમાં દુબઈ (Dubai) ફરવા ગયેલા સુરત (Surat) અને અમદાવાદ (Ahmedabad) ના અંદાજે 32 થી 50 જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાઈ ગયા છે. ફ્લાઈટો રદ (Flights Cancelled) થવાને કારણે મુસાફરો એરપોર્ટ અને હોટેલોમાં અટવાયા છે. ખાસ કરીને સુરતના જરીવાળા પરિવાર (Jariwala Family) ના 25 સભ્યો દુબઈમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે દુબઈમાં મિસાઈલ અને ડ્રોન હુમલા (Missile and Drone Attacks) જોવા મળી રહ્યા છે, જોકે દુબઈ ડિફેન્સે હવામાં જ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. હાલ ત્યાં રસ્તાઓ સુમસામ છે અને અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.

સાંસદો દ્વારા મદદનો હાથ અને હેલ્પલાઈન શરૂ

આ કટોકટીમાં મહેસાણા (Mehsana) ના સાંસદ હરિભાઈ પટેલ (Haribhai Patel) દ્વારા ખાસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. મહેસાણાના અંદાજે 45 જેટલા લોકો ગલ્ફ દેશોમાં ફસાયા છે, જેઓની યાદી વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) ને મોકલી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બીજી તરફ, આણંદ (Anand) ના સાંસદ મિતેષભાઈ પટેલે (Mitesh Patel) કુવૈત એરપોર્ટ (Kuwait Airport) પર ફસાયેલા ભારતીયો સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હિંમત આપી હતી અને સુરક્ષિત પરત લાવવાની ખાતરી આપી હતી.

Advertisement

Advertisement

કચ્છના સંજયભાઈ અને વલસાડના જયંતીભાઈના પરિવારની ચિંતા

મૂળ કચ્છ (Kutch) ગાંધીધામના અને હાલ દુબઈના પામ જુમેરા (Palm Jumeirah) માં રહેતા સંજયભાઈ પોદારે (Sanjay Poddar) વીડિયો સંદેશ મારફતે જણાવ્યું કે દુબઈ સરકાર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. તકેદારીના ભાગરૂપે એરપોર્ટ બંધ છે પરંતુ બજારો ચાલુ છે. બીજી તરફ, વલસાડ (Valsad) ના કકવાડી ગામના જયંતીભાઈ ટંડેલ (Jayantibhai Tandel) ઈરાનના ચરક (Charak) શહેરમાં ફસાયા છે. છેલ્લા 3 દિવસથી પરિવારનો તેમની સાથે સંપર્ક ન થતા પુત્ર અને પત્ની ઘેરી ચિંતામાં મુકાયા છે.

વેપારીઓની વતન વાપસી માટે પોકાર

મહેસાણાના ત્રણ યુવાન વેપારીઓ—અલ્પેશ પટેલ, યોગેશ પટેલ અને પાર્થ પટેલ—જેઓ 25 ફેબ્રુઆરીએ વેપાર અર્થે દુબઈ ગયા હતા, તેઓ પણ વિમાન સેવા બંધ થતા ત્યાં અટવાયા છે. તેમણે વીડિયો બનાવી ભારત સરકાર પાસે મદદ માંગી છે. ભારતીય દૂતાવાસે (Indian Embassy) તમામ નાગરિકોને સોશિયલ મીડિયા પર અપડેટ રહેવા અને વગર કામે બહાર ન નીકળવા સૂચના આપી છે.

આ પણ વાંચો: Iran Israel War: ભારતનો રૂપિયો ગગડશે? જાણો યુદ્ધની તમારા ખિસ્સા પર કેવી પડશે અસર

Tags :
Advertisement

.

×