Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahemdabad: Tathya Patel જ અકસ્માત કરનાર! સાક્ષીઓએ કર્યા ખુલાસા

અમદાવાદના (Ahmedabad) ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ (Tathya Patel) સામે અત્યાર સુધી કુલ 8 સાક્ષીઓએ જુબાની આપી છે. આજે એક સાક્ષીએ કોર્ટમાં તથ્યને ઓળખી બતાવતા પુષ્ટિ કરી કે તે જ કાર ચલાવી રહ્યો હતો અને અકસ્માત બાદ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ જુબાની તથ્ય માટે વધુ મુશ્કેલીઓ ઉભી કરનારી છે.
ahemdabad  tathya patel જ અકસ્માત કરનાર  સાક્ષીઓએ કર્યા ખુલાસા
Advertisement
  • Tathya Patel Accident Case: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે સાક્ષીઓની જુબાની
  • રફતારના રાક્ષસ તથ્ય પટેલ સામે સાક્ષીએ આપી જૂબાની
  • અત્યાર સુધીમાં 8 સાક્ષીઓએ આપી જુબાની

Tathya Patel Accident Case: અમદાવાદના (Ahmedabad) કુખ્યાત ઇસ્કોન બ્રિજ અકસ્માત (Iscon Bridge Accident) મામલે કાયદાકીય પ્રક્રિયા તેજ બની છે. આ કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ (Tathya Patel) સામે અત્યાર સુધીમાં કુલ 8 સાક્ષીઓએ પોતાની જુબાની (Testimony) આપી છે. સેસન્સ કોર્ટમાં (Sessions Court) ચાલી રહેલી આ સુનાવણી દરમિયાન સાક્ષીઓએ ઘટનાક્રમની ભયાનકતાનું વર્ણન કરતા તથ્યની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

સાક્ષીઓએ Tathya Patel ને કોર્ટમાં ઓળખી બતાવ્યો

સુનાવણી દરમિયાન સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે નજરે જોનાર એક સાક્ષીએ કોર્ટમાં હાજર તથ્ય પટેલને (Tathya Patel) સ્પષ્ટપણે ઓળખી બતાવ્યો હતો. સાક્ષીએ પુષ્ટિ કરી હતી કે અકસ્માતના સમયે જેગુઆર કાર (Jaguar Car) તથ્ય જ ચલાવી રહ્યો હતો. આ જુબાનીથી બચાવ પક્ષના દાવાઓ નબળા પડ્યા છે.

Advertisement

Advertisement

રફતારનો રાક્ષસ અને અકસ્માતનો મંજર

સાક્ષીએ જુબાની આપતા જણાવ્યું કે, રફતારના રાક્ષસ સમાન તથ્ય પટેલે પૂરપાટ ઝડપે કાર ચલાવીને નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્યાં ઉભેલા લોકોને બચવાની તક પણ મળી ન હતી. સાક્ષીએ વધુમાં ઉમેર્યું કે અકસ્માત કર્યા બાદ તથ્ય પટેલે ત્યાંથી ભાગવાનો પ્રયાસ (Attempt to escape) પણ કર્યો હતો, પરંતુ ત્યાં હાજર ભીડે તેને અટકાવ્યો હતો.

પિતાની ભૂમિકા અને હોસ્પિટલની વિગતો

ઘટના બાદની વિગતો આપતા સાક્ષીએ જણાવ્યું કે, અકસ્માત બાદ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ (Pragnesh Patel) ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેને હોસ્પિટલ (Hospital) લઈ ગયા હતા. પોલીસની તપાસમાં પિતા-પુત્રની ભૂમિકા અંગે અનેક ખુલાસા થયા છે, જેમાં હવે સાક્ષીઓની મજબૂત જુબાનીઓ સરકારી વકીલ પક્ષને વધુ મજબૂતી આપી રહી છે. આ કેસમાં હજુ વધુ સાક્ષીઓની ઉલટતપાસ થવાની શક્યતા છે.

શું હતો ચકચારી તથ્ય અકસ્માત કેસ ?

19 જુલાઈ, 2023 ની મધ્યરાત્રિના અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા એક અકસ્માતને લઈને ભીડ એકઠી થઈ હતી. આ સમયે ભારે ગતિથી આવેલી જગુઆર કારના ચાલકે ભીડને અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે એસ.જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન (SG 2 Traffic Police Station) માં ગુનો નોંધી તથ્ય પટેલ અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જુદીજુદી કલમો હેઠળ પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ Kheda: મહેમદાવાદ પોલીસની 3 વ્યાજખોરો સામે કાર્યવાહી, તગડું વ્યાજ વસૂલનાર કોણ છે?

Tags :
Advertisement

.

×