
અમદાવાદની શાન ગણાતી AMTS એટલે કે લાલ બસ સેવાનું ખાનગીકરણ કરાયું છે. ત્યારથી આ વિભાગની માઠી દશા આવી છે. એક તરફ તંત્ર દ્વારા સતત AMTS સતત ખોટમાં ચાલતી હોવાનું કહેવામાં આવે છે, તો બીજી તરફ તંત્રની રહેમ નજર હેઠળ કોન્ટ્રાકટરોને કાળી કમાણી થઇ રહ્યી છે. પાછલા ઘણાં વર્ષોથી ચાલી આવતી આ પ્રણાલી બુધવારે મળેલી AMTSની કમિટીમાં પણ જોવા મળી !
AMTSદ્વારા ખાનગી બસ ઑપરેટરો પાસેથી 200 જેટલી સી.એન.જી. નોન એ.સી. બસો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. આ બસો ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સત્તા પક્ષના જ મળતીયા કોન્ટ્રાક્ટરોને બસના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે .એટલુ જ નહી પણ કોન્ટ્રાક્ટરોને પ્રતિ CNG બસના કિલોમીટર દીઠ રૂ. 46 રુપિયા ચુકવવામા આવશે. તંત્રની રહેમ નજર હેઠળ કોન્ટ્રાકટરોને જલસા જેવી પરિસ્થિતિ જોવાં મળી રહ્યી છે.
વિધિવત કોન્ટ્રાકટ અપાયા.