AMTS બસનો કોન્ટ્રાક્ટ મળતીયા કંપનીને આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ
અમદાવાદની શાન ગણાતી AMTS એટલે કે લાલ બસ સેવાનું ખાનગીકરણ કરાયું છે. ત્યારથી આ વિભાગની માઠી દશા આવી છે. એક તરફ તંત્ર દ્વારા સતત AMTS સતત ખોટમાં ચાલતી હોવાનું કહેવામાં આવે છે, તો બીજી તરફ તંત્રની રહેમ નજર હેઠળ કોન્ટ્રાકટરોને કાળી કમાણી થઇ રહ્યી છે. પાછલા ઘણાં વર્ષોથી ચાલી આવતી આ પ્રણાલી બુધવારે મળેલી AMTSની કમિટીમાં પણ જોવા મળી !ભાજપ નેતા કૌશિક જૈનની આદિનાથ ટ્રાન્સપોર્ટ કંપની અને મણિનગરના
03:09 PM Feb 09, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદની શાન ગણાતી AMTS એટલે કે લાલ બસ સેવાનું ખાનગીકરણ કરાયું છે. ત્યારથી આ વિભાગની માઠી દશા આવી છે. એક તરફ તંત્ર દ્વારા સતત AMTS સતત ખોટમાં ચાલતી હોવાનું કહેવામાં આવે છે, તો બીજી તરફ તંત્રની રહેમ નજર હેઠળ કોન્ટ્રાકટરોને કાળી કમાણી થઇ રહ્યી છે. પાછલા ઘણાં વર્ષોથી ચાલી આવતી આ પ્રણાલી બુધવારે મળેલી AMTSની કમિટીમાં પણ જોવા મળી !
ભાજપ નેતા કૌશિક જૈનની આદિનાથ ટ્રાન્સપોર્ટ કંપની અને મણિનગરના કોર્પોરેટરના પતિની કંપની અર્હમના સરખા ભાવ હોવાથી તેઓને 65 - 65 બસો આપવામાં આવશે.આમ ભ્રષ્ટાચાર મુકત વહીવટની વાતો કરતાં તંત્ર દ્વારા જ મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી સીધો ભ્રષ્ટાચાર આચરતો હોવાની વાત વહેતી થઇ છે.
CNG, નોન AC. બસો ખરીદવાનું ટેન્ડર
AMTSદ્વારા ખાનગી બસ ઑપરેટરો પાસેથી 200 જેટલી સી.એન.જી. નોન એ.સી. બસો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. આ બસો ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સત્તા પક્ષના જ મળતીયા કોન્ટ્રાક્ટરોને બસના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે .એટલુ જ નહી પણ કોન્ટ્રાક્ટરોને પ્રતિ CNG બસના કિલોમીટર દીઠ રૂ. 46 રુપિયા ચુકવવામા આવશે. તંત્રની રહેમ નજર હેઠળ કોન્ટ્રાકટરોને જલસા જેવી પરિસ્થિતિ જોવાં મળી રહ્યી છે.
વિધિવત કોન્ટ્રાકટ અપાયા.

AMTS કમિટીના ચેરમેને આ વિશે નિવેદન આપ્યું હતું કે, 200 જેટલી CNG બસ ખરીદવા માટે વિધિવત કોન્ટ્રાકટની દરખાસ્ત મૂકાઈ હતી. જેમાં 7 પાર્ટીઓએ બીડ ભર્યા હતાં, જેમાં સૌથી નીચી ભાવ આપનાર કંપનીને કોન્ટ્રાક્ટરને અપાયો છે.
લોએસ્ટ ભાવ લિસ્ટ કરવામાં અર્હમ ટ્રાન્સપોર્ટ અને આદિનાથ ટ્રાન્સપોર્ટ કંપનીના સરખા ભાવ આવ્યા હતાં. જેમાં ટાંક બસ સર્વિસને પ્રથમ લોએસ્ટ ભાવે 70 બસો જેમાં પ્રતિ કિમિ રૂ. 46ના ભાવ આપવામાં આવ્યા છે.
Next Article