Jain Samaj : અગ્રણીઓની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- જૈન મુનિ સાગરચંદ્ર સાગરના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો!
- જૈન મુનિ સાગરચંદ્ર સાગરના વાઇરલ બીભત્સ વીડિયો, ફોટાનો મામલો (Jain Samaj)
- જૈન સમાજનાં અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો મોટો દાવો
- FSL નાં રિપોર્ટમાં વાઇરલ વીડિયો અને ફોટો સાચા નીકળ્યા : અગ્રણીઓ
- "સાગરચંદ્ર સાગરે હવે સંસારમાં આવ્યા સિવાય કોઈ રસ્તો નથી"
- જૈન મુનિ સાગરચંદ્ર સાગર અને સાધ્વીની નગ્ન અવસ્થાનો ફોટો વાઇરલ થયો હતો
જૈન મુનિ સાગરચંદ્ર સાગર મહારાજના (Sadhu Sagar Chandra Sagar Maharaj) જૈન સાધ્વી સાથેનાં બીભત્સ ફોટા, વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા મામલે મોટા સમાચાર આવ્યા છે. આજે જૈન સમાજનાં (Jain Samaj) અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં જૈન મુનિ સાગરચંદ્ર સાગરની વાઇરલ વોટ્સએપ ચેટ, ફોટા અને વીડિયો સાચા હોવાનો દાવો કરાયો છે. FSL રિપોર્ટને ટાંકી આ દાવો કરાયો છે. આ સાથે સમાજનાં અગ્રણીઓએ જૈન મુનિ સાગરચંદ્ર સાગરે હવે સંસારમાં આવ્યા સિવાય કોઈ રસ્તો નથી તેમ જણાવ્યું છે.
જૈન સમાજનાં અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી, ફોટો-વીડિયો સાચા હોવાનો દાવો
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જૈન મુનિ સાગરચંદ્ર સાગર મહારાજના (Sadhu Sagar Chandra Sagar Maharaj) એક જૈન સાધ્વી સાથેનાં બીભત્સ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જે બાદ જૈન સમાજમાં (Jain Samaj) ભારે આક્રોશ જોવા મળ્યો છે. સમાજનાં અગ્રણીઓ દ્વારા જૈન મુનિ સાગરચંદ્ર સાગરને સંસારમાં પરત આવવાની માગ ઊઠી છે. આજે આ મામલે જૈન સમાજનાં અગ્રણીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં ઓલ ઈન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશન (All India Jain Journalists Association) રાષ્ટ્રીય પ્રમુખ હાર્દિક હુંડિયા, જૈન મહાસંઘ (Jain Mahasangh) ઉપપ્રમુખ જગત પરીખ અને જૈન યુવા પ્રિયાંક શાહ સહિતનાં અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી હતી.
જૈન મુનિ સાગરચંદ્ર સાગરના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો : હાર્દિક હુંડિયા
હાર્દિક હુંડિયાએ (Hardik Hundia) જણાવ્યું કે, સાગરચંદ્ર સાગર નામના સાધુએ પોતાને સાચો સાબિત કરવાનો પ્રયાસ કર્યો. ધર્મના નામે પાખંડના જે ફોટો વાઇરલ થયા, જેને સાગરચંદ્ર સાગર સાધુએ નકાર્યા હતા. તે વાસ્તવિક ફોટાઓની અમે ફોરેન્સિક તપાસ (Forensic Report) કરાવી છે, જેમાં વાઇરલ થયેલા ફોટા, વીડિયો ચેટની તથ્યતા આવી સામે. જૈન મુનિ સાગરચંદ્ર સાગરના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. સાગરચંદ્ર સાગરે હવે સંસારમાં આવ્યા સિવાય કોઈ રસ્તો નથી. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે, સાગરચંદ્ર સાગરે ધર્મના નામે ધંધો કર્યો અને સંપત્તિ ભેગી કરી. સાગરચંદ્ર સાગરે ગોવામાં મહિલા સાથે દુષ્કૃત્ય કર્યું એના પણ ફોટા વાઇરલ થયા હતા. દેશના તમામ સંઘોને અમારી વિનંતી છે કે આવા લોકોનો સહયોગ ના કરે.
આ પણ વાંચો - Bhavnagar : સાધ્વી સાથે બીભત્સ ફોટા વાઇરલ થયા બાદ સાધુની પ્રતિક્રિયા
'અન્ય સંઘોને પણ અમારી વિનંતી કે આવા સાધુને પ્રવેશ આપશો નહીં'
જ્યારે જૈન મહાસંઘ ઉપપ્રમુખ જગત પરીખે કહ્યું કે, પ્રવર સમિતિ પાસે જે આવે એ ગચ્છાધિપતિ પાસે જાય અને ત્યારબાદ એના પર નિર્ણય લેવાય છે. અમે પણ રજૂઆત કરી પરંતુ, જો આચાર્ય નિર્ણય ના લઈ શકતા હોય તો અમે કાયદા અંતર્ગત જઈને આ અંગે ન્યાય મેળવીશું. તેમણે જણાવ્યું કે, 10 માર્ચનાં રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટેની અરજી આપી છે. જ્યારે જૈન યુવા પ્રિયાંક શાહે કહ્યું કે, અમે આ બાબત સામે આવતા ગચ્છાધિપતિ સામે હકીકત મૂકી છે. ગચ્છાધિપતિને સમયાંતરે 5-6 વખત મળવા ગયા પણ કોઈ પરિણામ આવ્યું નહીં. પાલિતાણામાં જઈને અમે રજૂઆત મૂકી, ત્યારે ત્યાં પણ કહેવામાં આવ્યું કે ફોટો ખોટા છે. પાલિતાણામાં (Palitana) અમે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ હાજર હતી તેમ છતાય હોબાળો કર્યાની અરજી આપી. તેમણે આગળ કહ્યું કે, સુરતમાં એક લેબોરેટરીમાં એમણે રિપોર્ટ કરાવ્યો, જેમાં એડિટિંગ કર્યું હોવાની વાત સામે લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ, અમારી પાસે સંપૂર્ણ વિગત છે કે જેમાં સમગ્ર હકીકત પુરાવા સાથે બહાર આવશે. અન્ય સંઘોને (Jain Samaj) પણ અમારી વિનંતી કે આવા સાધુને પ્રવેશ આપશો નહીં.
આ પણ વાંચો - Cricket Bookie : ગુજરાતની એક એવી ક્રિકેટ ટુર્નામેન્ટ જેના પર પાંચ પૈસાનો સટ્ટો નથી રમાતો
એડિટ કરીને ફોટો વાઇરલ કર્યા હોવાનો ખુલાસો થયો છે : સાગરચંદ્ર સાગર
નોંધનીય છે કે, અગાઉ આ મામલે જૈન મુનિ સાગરચંદ્ર સાગરે (Sadhu Sagar Chandra Sagar Maharaj) પણ પ્રતિક્રિયા આપી હતી અને એવો આરોપ લગાવ્યો હતો કે, 'સમાજનાં બેથી ત્રણ લોકો મને બદનામ કરી કહ્યા છે. અમે આ તસવીરોનો ફોરેન્સિક રિપોર્ટ કરાવ્યો છે. એડિટ કરીને ફોટો વાયરલ કર્યા હોવાનો ખુલાસો થયો છે. અમે આ મુદ્દે પોલીસમાં પણ અરજી કરી છે.' જો કે, હવે આ મામલે શું નિર્ણય લેવાશે અને શું કાર્યવાહી થશે તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - Ahmedabad : વટવામાં યુવકની છરી મારી હત્યા, મહિલા સહિત 4 આરોપીની ધરપકડ