ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadilalના 10 વર્ષના વિખવાદનો અંત, 3400 કરોડની વેલ્યુ ધરાવતા ગ્રુપના મેનેજમેન્ટમાં જન્મેજય ગાંધીને મળ્યું સ્થાન

10 વર્ષથી Vadilal ગ્રુપમાં વિખવાદ ચાલી રહ્યો હતો. આજે વિરેન્દ્ર ગાંધીના પુત્ર જન્મેજય ગાંધીને આઈસક્રીમ બિઝનેસના મેનેજમેન્ટમાં સ્થાન મળતા વિખવાદ શાંત થઈ ગયો છે. હવે તમામ ભાઈઓ એક સમાન હક્ક ધરાવતા થઈ ગયા છે.
08:20 PM Apr 02, 2025 IST | Hardik Prajapati
10 વર્ષથી Vadilal ગ્રુપમાં વિખવાદ ચાલી રહ્યો હતો. આજે વિરેન્દ્ર ગાંધીના પુત્ર જન્મેજય ગાંધીને આઈસક્રીમ બિઝનેસના મેનેજમેન્ટમાં સ્થાન મળતા વિખવાદ શાંત થઈ ગયો છે. હવે તમામ ભાઈઓ એક સમાન હક્ક ધરાવતા થઈ ગયા છે.
Vadilal Group Gujarat First

Vadilal Dispute: આજે 10 વર્ષથી ચાલતા Vadilal ગ્રુપના વિખવાદનો અંત આવી ગયો છે. વિરેન્દ્ર ગાંધીના પુત્ર જન્મેજય ગાંધીને આઈસક્રીમ બિઝનેસના મેનેજમેન્ટમાં સ્થાન મળતા વિખવાદ શાંત થઈ ગયો છે. આમ, 3400 કરોડની વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રુપના પારિવારિક વિખવાદનો સુખદ અંત આવી ગયો છે. હવે આ અગ્રણી આઈસ્ક્રીમ બ્રાન્ડના મેનેજમેન્ટમાં તમામ ભાઈઓ એક સમાન હક્ક ધરાવતા થઈ ગયા છે. આ અગાઉ વાડીલાલ ગ્રુપના વિભાજનને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરી મળી હતી.

આ પણ વાંચોઃ  Rajkumar Jat Case : રાજકુમાર જાટના પિતાએ ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા, અરજીમાં કરી આ માગ

કયા મુદ્દાઓને લઈને થયો હતો વિખવાદ ?

છેલ્લા 10 વર્ષ થી Vadilal ગ્રુપમાં વિભાજનનો આંતરિક વિવાદ ચાલતો હતો. પરિવારના જે કેટલાક સભ્યોએ કંપનીમાંથી ગેરકાયદે રીતે પૈસા ઉપાડ્યોનો વાડીલાલ પરિવારના વિરેન્દ્ર ગાંધીએ આરોપ લગાડ્યો હતો.
લોન આપવાના નામે ગ્રુપના નાણાનો અંગત ફાયદા માટે ઉપયોગ કરવાનો પણ આરોપ કરાયો હતો.

NCLTના ચુકાદા બંને પક્ષે અપનાવ્યો સમાધાનનો માર્ગ

3400 કરોડની વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રુપનો પારિવારિક વિખવાદ છેલ્લા 10 વર્ષથી ચાલતો હતો. જો કે આજે આ વિખવાદનો અંત આવી ગયો છે. અરજદાર અને પ્રતિવાદી પ્રત્યેકને 10 લાખ રૂપિયા વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવા ટ્રિબ્યુનલ કોર્ટે હુકમ કર્યો હતો . અગાઉ NCLTએ 18 મુદ્દાના ચુકાદામાં વિભાજનની મંજૂરી આપી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર અને પ્રતિવાદી એ સતત અરજીઓ કરી કોર્ટ અને સરકારી તંત્ર ને હેરાન કર્યા છે. NCLTના હુકમ બાદ બંને પક્ષે સમાધાનનો માર્ગ અપનાવ્યો છે. જેથી વિરેન્દ્ર ગાંધીના પુત્ર જન્મેજય ગાંધીને આઈસક્રીમ બિઝનેસના મેનેજમેન્ટમાં સ્થાન મળ્યું છે. આ સ્થાન મળતા જ છેલ્લા 10 વર્ષથી ચાલતા આ ચકચારી વિખવાદનો અંત આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1926માં રણછોડલાલ વાડીલાલ ગાંધી એ આ આઈસ્ક્રીમ કંપની શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ  200 MMTથી વધુ કાર્ગોનું સંચાલન કરનાર પ્રથમ ભારતીય બંદર બન્યું Mundra Port

Tags :
10-year disputeDivision of assetsFamily disputeFamily reconciliationGujarat FirstGUJARAT FIRST NEWSIce cream businessJanmejay GandhiLegal settlementManagement positionNational Company Law Tribunal (NCLT)NCLT verdictPersonal gain accusationsPrime Minister's Relief FundRanchhodlal Vadilal GandhiRs 3400 croreVadilal GroupVirendra Gandhi
Next Article