Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jivraj Park Fire Accident: મોતે માસૂમને આપી માત....ફાયર ઓફિસરની બહાદુરી એળે ગઈ

આજે અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે આગ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી સામે આવી છે. એક ફાયર ફાઈટરે પોતાના જીવની પરવાહ કર્યા વિના 1 માસૂમ બાળકને આગમાંથી બહાર કાઢ્યું હતું. જો કે હોસ્પિટલ પહોંચ્યા બાદ આ માસૂમ મોત સામે જિંદગીની જંગ હારી ગયો છે.
jivraj park fire accident  મોતે માસૂમને આપી માત    ફાયર ઓફિસરની બહાદુરી એળે ગઈ
Advertisement
  • ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલની બહાદુરી એળે ગઈ
  • ગંભીર રીતે દાઝેલા બાળકનું હોસ્પિટલમાં કરુણ મૃત્યુ થયું
  • બાળકના મૃત્યુથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ

અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે જ્ઞાનદા સોસાયટીમાં રહેણાંક મકાનમાં એસીના ગોડાઉનમાં આગ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક આગ દુર્ઘટનામાં કુલ 3 લોકોના મોત થયા છે. જો કે ફાયર બ્રિગ્રેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો સત્વરે હાથ ધર્યા હતા. જેમાં ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે પોતાના જીવની પરવાહ કર્યા વિના એક માસૂમ બાળકને વિકરાળ આગમાંથી બહાર લાવ્યા હતા. જો કે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા બાદ પણ બાળક મૃત્યુ પામ્યું છે.

રેસ્ક્યુ કરાયેલ બાળકનું કરૂણ મૃત્યુ

અમદાવાદમાં આજે જીવરાજ પાર્ક વિસ્તારમાં ફાટી નીકળેલ વિકરાળ આગમાં ફાયર બ્રિગેડે સરાહનીય કામગીરી હાથ ધરી હતી. તેમાંય વિકરાળ આગની અંદર ફસાયેલ બાળકનું ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે જે રેસ્ક્યુ કર્યુ તે કાબિલે દાદ હતું. પંકજ રાવલે પોતાના જીવની પરવાહ કર્યા વિના આગમાં સપડાયેલ બાળકને બચાવ્યું હતું. આગને કાબૂમાં લેવાની ફાયર બ્રિગેડની કામગીરી દરમિયાન પંકજ રાવલને આગમાં ફસાયેલ માસૂમ બાળક વિશે ખબર પડી. પંકજ રાવલ 1 પણ ક્ષણનો વિલંબ કર્યા વિના, પોતાના જીવની પરવાહ કર્યા વિના આગની અંદર જઈ બાળકને પોતાના હાથોમાં તેડીને બહાર લઈ આવ્યા હતા. આ બાળકને સત્વરે હોસ્પિટલ પહોંચાડવા છતાં ગંભીર રીતે દાઝેલ બાળકે જીવ ગુમાવ્યો છે.

Advertisement

Advertisement

ફાયર અને પોલીસ ડીપાર્ટમેન્ટની કાર્યવાહી

ધારાસભ્ય અમિત ઠાકરને આ બાબતની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ફાયર વિભાગનાં અધિકારીઓએ આગ લાગવાના કારણને શોધીને સત્વરે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. પોલીસે પણ આસપાસ એકઠી થયેલ ભીડને દૂર કરીને વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખી હતી. આ આગ દુર્ઘટનાની આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુમાં પાર્ક કરેલ વાહનો બળીને ખાક થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ  Ahmedabad: જીવરાજ પાર્કમાં લાગેલ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત, એક ગંભીર

Tags :
Advertisement

.

×