ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હરિયાણામાં ગુજરાત ATS અને હરિયાણા STFનું સંયુક્ત ઓપરેશન, આતંકી અબ્દુલ રહેમાનની ધરપકડ

Gujarat ATS and Haryana STF Joint operation: ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન ચલાવતાં 19 વર્ષના આતંકી અબ્દુલ રહેમાનને ધરપકડ કરી છે.
01:01 PM Mar 03, 2025 IST | VIMAL PRAJAPATI
Gujarat ATS and Haryana STF Joint operation: ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન ચલાવતાં 19 વર્ષના આતંકી અબ્દુલ રહેમાનને ધરપકડ કરી છે.
Gujarat ATS and Haryana STF Joint operation
  1. ફરીદાબાદના પાલી વિસ્તારમાં પાડ્યા હતા દરોડા
  2. ખંડેર મકાનમાં છૂપાવાયેલા હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત
  3. અબ્દુલ રહમાન મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યાનો છે

Gujarat ATS and Haryana STF Joint operation: હરિયાણામાં ગુજરાત ATS અને હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન ચલાવતાં 19 વર્ષના આતંકી અબ્દુલ રહેમાનને ધરપકડ કરી છે. આ આતંકી ઉત્તરપ્રદેશના ફૈઝાબાદનો રહેવાસી છે. તે વિવિધ પ્રકારની આતંકી ક્રિયાઓમાં સંલગ્ન હતો અને એક સામાજિક મીડિયા પ્લેટફોર્મ દ્વારા આતંકી સંગઠનો સાથે જોડાયેલો હતો.

આ પણ વાંચો: સામે સિંહ અને હાથમાં કેમેરો, ગીર નેશનલ પાર્કમાં રોયલ સફારી કરતા PM મોદીનો અનોખો અંદાજ

4 કલાક સુધી ખંડેર મકાનમાં ATSએ કરી શોધખોળ

નોંધનીય છે કે, આ ઓપરેશન સેન્ટ્રલ એજન્સી દ્વારા આપવામાં આવેલ ઇનપુટ પર આધારિત હતું. મહત્વની એ છે કે, સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે બે આતંકીઓની શોધખોળ કરી હતી. જેની સાથે ATS અને STF એ બંને આતંકીઓની શોધખોળ શરૂ કરી હતી. આ દ્વારા એક મોટું મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ઓપરેશન દરમિયાન, ઉત્તપ્રદેશથી હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે, જે આ આતંકી નેટવર્કના ખતરનાક વિચારોને પ્રદર્શિત કરે છે.

આ પણ વાંચો: આણંદની કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખાની બેદરકારી! બોરસદની નવી શરતની જમીનમાં ગેરરીતિની આશંકા

ફરીદાબાદ પોલીસ, STF સાથે મળી સંયુક્ત કામગીરી

મળતી વિગતો પ્રમાણે ફરીદાબાદ પોલીસ, STF સાથે મળી સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. ગુજરાત ATS દ્વારા અન્ય કડીઓ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહત્વની વાત એ છે કે, 4 કલાક સુધી ખંડેર મકાનમાં ATSએ શોધખોળ કરી હતી. ATSએ જે 19 વર્ષીય અબ્દુલ રહમાનની ધરપકડ કરી તે અબ્દુલ રહમાન મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યાનો હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પકડાયેલો આરોપી સોશિયલ મીડિયાથી આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Abdul Rehman arrestedGujaratGujarat ATSGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsHaryana STFjoint operationLatest Gujarati Newsterrorist Abdul Rehmanterrorist Abdul Rehman arrestedTerrorist arrested
Next Article