Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Juhapura Murder Case: ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

Ahmedabad Juhapura Murder Case: અમદાવાદ (Ahmedabad) ના જુહાપુરા (Juhapura) વિસ્તારમાં સોશિયલ મીડિયાની સામાન્ય અદાવતે એક યુવકનો ભોગ લીધો છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદમાં 19 વર્ષીય યુવકની નિર્મમ હત્યા (Murder) કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
juhapura murder case  ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
Advertisement
  • અમદાવાદ (Ahmedabad)  ના જુહાપુરા (Juhapura) માં રાત્રિ દરમિયાન હત્યા
  • જૂની અદાવતમાં 19 વર્ષીય યુવકની કરાઈ હત્યા
  • મોહમ્મદ સાલીક ઈમ્તિયાઝ શેખની હત્યા કરાઈ
  • આઈશા મસ્જિદ પાસે છરી મારી મોતને ઘાટ ઉતાર્યો
  • વેજલપુર પોલીસે હત્યા કરનારની કરી ધરપકડ

Ahmedabad Juhapura Murder Case: અમદાવાદ (Ahmedabad) શહેરના જુહાપુરા (Juhapura) વિસ્તારમાં મોડી રાત્રે જૂની અદાવતને (Old Enmity) લઈને એક સનસનીખેજ હત્યાની (Murder) ઘટના સામે આવી છે. આઇશા મસ્જિદ પાસે 19 વર્ષીય યુવક મોહમ્મદ સાલીક ઈમ્તિયાઝ શેખ (Mohammad Salik Sheikh) પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. વેજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ (Arrest) કરી લીધી છે.

Juhapura માં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મામલે 19 વર્ષીય યુવકની હત્યા

મળતી માહિતી મુજબ, મૃતક મોહમ્મદ સાલીક (Mohammad Salik) અને આરોપી રેહાન અબ્બાસઅલી પઠાણ (Rehan Pathan) વચ્ચે પવિત્ર રમઝાન માસ દરમિયાન કોઈ બાબતે ઝઘડો (Dispute) થયો હતો. આ ઝઘડા સંદર્ભે મૃતક યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક સ્ટોરી મૂકી હતી. આ સ્ટોરીને પોતાની પ્રતિષ્ઠા પર ઘા સમાન માની આરોપી રેહાન પઠાણે તેની સાથે અદાવત રાખી હતી.

Advertisement

Ahmedabad Juhapura Murder Case-Gujarat first1

Advertisement

આઇશા મસ્જિદ પાસે યુવકને મોતને ઘાટ ઉતારાયો

ગઈકાલે રાત્રે જ્યારે મોહમ્મદ સાલીક આઇશા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આરોપીએ તેને આંતરીને છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું કરુણ મોત નિપજ્યું હતું.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે મોકલી આપી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી રેહાન અબ્બાસઅલી પઠાણને દબોચી લીધો છે. હાલ પોલીસ આ મામલે વધુ પૂછપરછ કરી રહી છે કે આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.

આ પણ વાંચો: Umreth Assembly By-election:ઉમરેઠ પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, જાણો મતદાનની તમામ તૈયારીઓ અને સુવિધાઓ

Tags :
Advertisement

.

×