Rang Morla Garba વિવાદમાં નવો વળાંક: કાજલ હિન્દુસ્તાનીના આકરા પ્રહાર, "ખબર ન હતી ગરબા ગાવાવાળા ડરપોક નીકળશે"
Aditya Gadhvi Garba Controversy: અમદાવાદના 'રંગ મોરલા' ગરબા વિવાદમાં સિંગર આદિત્ય ગઢવીના ખુલાસા બાદ હિન્દુ અગ્રણી કાજલ હિન્દુસ્તાનીએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે આદિત્ય ગઢવી અને હાર્દિક દવેને 'ડરપોક' ગણાવીને સવાલ ઉઠાવ્યો કે વિધર્મીઓને બહાર કાઢવાની વાત તેમને કેમ ન ગમી? તેમણે કટાક્ષ કર્યો કે આવા સિંગર્સે ગરબા-ભજન છોડીને કવાલી ગાવાનું શરૂ કરી દેવું જોઈએ.
Advertisement
Rang Morla Garba: અમદાવાદમાં આયોજિત આદિત્ય ગઢવીના 'રંગ મોરલા' ગરબા કાર્યક્રમમાં સ્ટેજ પરથી વિધર્મીઓને બહાર કાઢવાની કરાયેલી જાહેરાતનો વિવાદ હવે વધુ ઉગ્ર બની ગયો છે. સિંગર આદિત્ય ગઢવી (Aditya Gadhvi) અને કાર્યક્રમના એન્કર આરજે આકાશે (RJ Akash) આ વિવાદિત જાહેરાતથી છેડો ફાડ્યા બાદ, જાણીતા હિન્દુવાદી મહિલા અગ્રણી કાજલ હિન્દુસ્તાની (Kajal Hindustani) મેદાનમાં આવ્યા છે. તેમણે આદિત્ય ગઢવી અને અન્ય સિંગર હાર્દિક દવે પર શાબ્દિક પ્રહારો કરી તેમને આડેહાથ લીધા છે.
"ગરબા અને ભજન ગાવાવાળા ડરપોક નીકળશે તે ખબર ન હતી"
પોતાના આકરા નિવેદનો માટે જાણીતા કાજલ હિન્દુસ્તાનીએ બંને સિંગર્સની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, "મને ખબર ન હતી કે માના ગરબા અને ભજન ગાવાવાળા આવા ડરપોક નીકળશે." તેમણે કટાક્ષ કરતાં ઉમેર્યું હતું કે, "માતાજી આવા ડરપોકોને શક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે મારી વાત સાંભળીને આ સિંગરને પોતાની હરકત પર શરમ આવશે."
વિધર્મીઓના સમર્થન મામલે ઉઠાવ્યા આકરા સવાલો
ગરબા ગ્રાઉન્ડમાંથી અન્ય ધર્મના લોકોને બહાર કાઢવાની જાહેરાતથી આદિત્ય ગઢવીએ જે અંતર જાળવ્યું, તેને લઈને કાજલ હિન્દુસ્તાનીએ સીધો સવાલ કર્યો છે. તેમણે પૂછ્યું કે, "ગરબામાંથી વિધર્મીઓને બહાર કાઢવાની વાત આદિત્ય ગઢવીને કેમ ન ગમી? તેઓ અચાનક વિધર્મીઓના સમર્થનમાં કેમ આવી ગયા છે?" હિન્દુ સંગઠનો દ્વારા ગરબામાં આઈડી ચેકિંગ અને ધાર્મિક ઓળખની જે ઝુંબેશ ચલાવાઈ રહી છે, તેમાં કલાકારોના વલણ સામે તેમણે તીવ્ર નારાજગી દર્શાવી છે.
લવ જેહાદ અને હિન્દુ પલાયન મુદ્દે સિંગર્સને ઘેર્યા
સિંગર્સને વાસ્તવિકતાનો અરીસો બતાવવાનો પ્રયાસ કરતાં કાજલ હિન્દુસ્તાનીએ અત્યંત વેધક સવાલો કર્યા હતા. તેમણે કહ્યું, "જ્યારે માત્ર ધર્મ પૂછીને હિન્દુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી ત્યારે આ સિંગર્સ ક્યાં સંતાઈ ગયા હતા? દેશમાં અનેક જગ્યાએથી હિન્દુઓને પલાયન થવું પડી રહ્યું છે, ત્યારે તમે કેમ ચૂપ રહો છો? જ્યારે દીકરીઓ સાથે લવ જેહાદ (Love Jihad) ના કિસ્સાઓ બને છે, ત્યારે તમારામાંથી કોઈ તેમને બચાવવા આવતું નથી, તો આજે કેમ વિધર્મીઓનો બચાવ કરી રહ્યા છો?"
Ahmedabad Rang Morla Garba Controversy: Kajal Hindustani Slams Singers Aditya Gadhvi And Hardik Dave Over Recent Remarks
"સિંગર્સ ભજન છોડીને કવાલી કરવાનું ચાલુ કરી દે"
પોતાના નિવેદનના અંતમાં કાજલ હિન્દુસ્તાનીએ આદિત્ય ગઢવી અને હાર્દિક દવે જેવા કલાકારો પર સૌથી મોટો કટાક્ષ કરતાં કહ્યું હતું કે, "જો તમને વિધર્મીઓ માટે આટલી જ લાગણી અને પ્રેમ ઉભરાતો હોય તો આવા સિંગર્સે માતાજીના ભજન અને ગરબા ગાવાનું છોડીને કવાલી ગાવાનું ચાલુ કરી દેવું જોઈએ."
આદિત્ય ગઢવીના ખુલાસા બાદ કાજલ હિન્દુસ્તાનીના આ આકરા પ્રહારોથી સ્પષ્ટ છે કે નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશનો મુદ્દો હવે એક મોટી સામાજિક અને વિચારધારાની લડાઈ બની ચૂક્યો છે.
Advertisement
આ પણ વાંચો: Navratri 2026: રંગ મોરલા ગરબા વિવાદમાં નવો વળાંક: RJ આકાશે મૌન તોડ્યું, "આયોજકોના કહેવાથી જાહેરાત કરી"
Advertisement

