Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheda જીલ્લામાં રાજકીય ગરમાવો, અપક્ષ વિજેતા બનેલા Biren Patel ભાજપમાં જોડાઈ ગયા

ખેડામાં વસો તાલુકા પંચાયતની રામોલ-1 સીટના અપક્ષ વિજેતા બિરેન પટેલ 10 સમર્થકો સાથે નડિયાદ 'કમલમ' ખાતે ભાજપમાં જોડાયા છે. જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ અને ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમથી વસો તાલુકા પંચાયતની રાજકીય સ્થિતિમાં ભાજપનું વર્ચસ્વ વધવાની શક્યતા છે.
kheda જીલ્લામાં રાજકીય ગરમાવો  અપક્ષ વિજેતા બનેલા biren patel ભાજપમાં જોડાઈ ગયા
Advertisement
  • ખેડાના વસો તા.પંચાયતના સભ્ય Biren Patel ભાજપમાં જોડાયા
  • અપક્ષ તરીકે જીતેલા ઉમેદવાર સત્તાવાર રીતે ભાજપમાં સામેલ
  • રામોલ-1 સીટ પરથી જીત્યા હતા અપક્ષ ઉમેદવાર Biren Patel

Biren Patel Join BJP: ખેડા (Kheda) જિલ્લાના વસો તાલુકા પંચાયતની રાજનીતિમાં આજે મોટો વળાંક આવ્યો છે. વસો તાલુકા પંચાયતની રામોલ-1 બેઠક પરથી પ્રચંડ જનમત મેળવી અપક્ષ તરીકે ચૂંટાયેલા બિરેન પટેલ (Biren Patel) 10 સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાઈ ગયા છે. ચૂંટણી જીત્યા બાદ અપક્ષ તરીકે રહીને લોકસેવા કર્યા પછી હવે તેમણે સત્તાધારી પક્ષ સાથે જોડાઈને વિસ્તારના વિકાસને નવી ગતિ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ જોડાણ માત્ર એક વ્યક્તિનું પક્ષાંતર નથી, પરંતુ વસો તાલુકા પંચાયતમાં ભાજપની સત્તાકીય પકડને લોખંડી બનાવતું પગલું માનવામાં આવે છે.

કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો

નડિયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપના મુખ્ય મથક કમલ (Kamalam Headquarters) ખાતે આ પક્ષ પ્રવેશ કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા બિરેન પટેલને ભાજપની ટોપી અને ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર (MLA Kalpesh Parmar) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓના પક્ષમાં આવવાથી સંગઠન વધુ મજબૂત બને છે. આ કાર્યક્રમમાં પીજ ગામના પીઢ રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેનાથી વસો પંથકમાં ભાજપનું શક્તિપ્રદર્શન (Show of Strength) જોવા મળ્યું હતું.

Advertisement

10 સમર્થકો સાથે ભાજપમાં સામેલ

બિરેન પટેલ એકલા નહીં, પરંતુ પોતાના દસથી સમર્થકો (Supporters) સાથે ભાજપમાં જોડાયા છે. જેમાં જય પટેલ, મફતભાઈ ચાવડા, પ્રફુલ્લભાઈ ચાવડા, કેયુરભાઈ પટેલ, નિકુલભાઈ પટેલ, ચંદ્રકાંત ઉર્ફે બાજપાઈ બારોટ, મિલનભાઈ બારોટ, નયનભાઈ મકવાણા અને તરુણભાઈ રોહિત જેવા અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓના જોડાણથી રામોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિપક્ષો માટે મોટો રાજકીય ફટકો નવામાં આવે છે. વસો તાલુકા પંચાયતની આગામી કામગીરી અને નીતિ વિષયક નિર્ણયોમાં હવે ભાજપની બહુમતી અને પ્રભુત્વ વધુ સ્પષ્ટપણે વર્તાશે, જેની સીધી અસર સ્થાનિક ગ્રામીણ વિકાસના કામો પર જોવા મળશે.

Advertisement

આ પણ વાંચોઃ PM Modi આવશે સોમનાથ, DyCM ની અધ્યક્ષતામાં તૈયારી તેજ

Tags :
Advertisement

.

×