ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: ખ્યાતિ હજી કેટલા નિર્દોષ લોકોનો જીવ લેશે? વધુ એક 72 વર્ષીય દર્દીનું મોત

Ahmedabad: બોરીસણાના 72 વર્ષીય કાંતિભાઈ પટેલનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં એન્જોગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત થયું છે.
12:35 PM Jan 23, 2025 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: બોરીસણાના 72 વર્ષીય કાંતિભાઈ પટેલનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં એન્જોગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત થયું છે.
Khyati hospital Ahmedabad
  1. ખ્યાતિકાંડના પીડિત વધુ એક દર્દીનું થયું મોત
  2. ખ્યાતિ હોસ્પિટલમાં કરાઈ હતી એન્જિયોગ્રાફી
  3. સારવાર દરમિયાન કાંતિ પટેલનું મોત નીપજ્યું

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ હજી પૂરો નથી થયો. હજી પણ કેટલાક લોકોના મોત થઈ રહ્યાં હોવાનું સામે આવતું રહે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બોરીસણાના 72 વર્ષીય કાંતિભાઈ પટેલનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં એન્જોગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત થયું છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે કેમ્પ યોજ્યો હતો. કેમ્પના બીજા દિવસે 19 દર્દીઓને અમદાવાદ લઈ જવાયા હતા.

આ પણ વાંચો: Rajkot: યુવકે ઘરે જઈને મહિલા પર ફેંક્યું એસિડ, સોખડા ગામમાં બની હિચકારી ઘટના

એન્જીયોગ્રાફી અને એનજીઓપ્લાસ્ટિ બાદ બે દર્દીઓના મોત

વધારે વિગતે વાત કરવામાં આવે તો, 19 દર્દીઓને અમદાવાદ લવાયા હતા. જેમાં એન્જીયોગ્રાફી અને એનજીઓપ્લાસ્ટિ બાદ બે દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ બોરીસણાના વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના બોરીસણાના 72 વર્ષીય કાંતિભાઈ બબલદાસ પટેલનું મોત નીપજ્યું છે. આ મૃતકની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીઓગ્રાફી કરાઈ હતી. જેથી એન્જીઓગ્રાફી કરાવ્યા બાદ મૃતકની તબિયત વધુ લથડતા સારવાર બા મોત દ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: પતંજલિના નામે વેચતા હતા સબ સ્ટાન્ડર્ડ માલ, 13 શકમંદોને ફટકારાયો રૂપિયા 280000 નો દંડ

ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની પણ ધરપકડ

આ હોસ્પિટલ અત્યારે ખુબ જ વિવાદમાં આવી રહીં છે. એટલું જ નહીં પરંતુ હોસ્પિટલમાં સારવાર બાદ અનેક લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે. થોડા દિવસ પહેલા જ ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં અત્યારે કોર્ટે રિમાન્ડ પણ મંજૂર કરી દીધા છે. આ ખ્યાતિકાંડમાં અનેક હકીકતો સામે આવી શકે તેમ છે.

આ પણ વાંચો:  મળવા ગયેલા પ્રેમીને પરણિત પ્રેમિકાના પિતા આપી મોતની સજા, વાંચો આ ચોંકાવનારી ઘટના

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
AhmedabadAhmedabad NewsBorisanaGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsKantibhai PatelKhyati HospitalKhyatiKandKhyatikand NewsLatest Gujarati NewsLatets Ahmedabad NewsMehsana
Next Article