ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khyati hospital: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ

Khyati hospital: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, જો કે, અંતે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
08:17 AM Jan 18, 2025 IST | VIMAL PRAJAPATI
Khyati hospital: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, જો કે, અંતે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
Khyati Hospital Scam Update
  1. ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની ધરપકડ કરાઈ
  2. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો
  3. ખ્યાતિ હોસ્પિટલમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતાં

Khyati hospital: ખ્યાતિ હોસ્પિટલ કાંડ ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. એટલું જ નહીં પરંતુ આમાં સંડોવાયેલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, જો કે, અંતે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: Gondal : પગપાળા જતાં 4 યુવક પર છરી વડે હુમલો કરનારા બાઇકચાલક સહિત 2 ઝબ્બે

મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી

નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતાં. જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ ગ્રૃપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ કરી રહીં હતી, જેમાં કાર્તિક પટેલ છેલ્લા ઘણાં સમયથી એક દેશમાંથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. કાર્તિક પટેલે અનેક વખત અરજીઓ કરીને જામીન માટે પ્રયત્નો કર્યાં હતાં પરંતુ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યાં નહોતા. જેથી તેને ભારતમાં પાછુ આવવું પડ્યું હતું. જેમાં મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: Botad : અસ્વસ્થ પિતા બાળકને લઈ ઘરેથી નાસી ગયા, પોલીસે બાળકને મુક્ત કરાવી પરિવારને સોંપ્યું

દુબઈ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ભાગતો ફરતો કાર્તિક પટેલ

સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલનો સંચાલક કાર્તિક પટેલ દુબઈ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ભાગતો ફરતો હતો. આગોતરા જામીન માટે અનેક વખત કાર્તિક પટેલે અરજીઓ કરી હતી. જેમાં અમદાવાદની ગ્રામ સેશન્સ કોર્ટમાં કાર્યવાહી થઈ હતી પરંતુ કાર્તિક પટેલ વિદેશમાં હતો. આ દરમિયાન તેના વકીલ દ્વારા ઘણી દલીલો કરવામાં આવી હતી અને સામે સરકારી વકીલ દ્વારા પણ દલીલો કરવામાં આવી હતી. જેથી કોર્ટે ચુકાદો મૌકુફ રાખ્યો હતો. આ તમામ બાબતોમાં હવે ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની ધરપકડ કરવી લેવામાં આવી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Ahemabad Crime BranchAhmedabad International AirportGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsKartik J Patel arrestedKhyati hospital managerKhyati hospital manager Kartik J PatelKhyati Hospital ScamKhyati Hospital Scam main accusedKhyati Hospital Scam NewsKhyati Hospital Scam UpdateKhyati scamLatest Gujarati News
Next Article