Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચે દાખલ કરી 5670 પાનાની ચાર્જશીટ, જાણો ક્યાં પહોંચ્યો છે કેસ?
- ગુનામાં 105 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો લેવાયા
- BNS 183 મુજબ કુલ 7 સાહેદોના નિવેદનો લેવાયા
- તપાસ દરમ્યાનમાં 19 ઇલેકટ્રોનિક્સ પુરાવા અને 36 ફાઇલ કબ્જે
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચે 5670 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ પુરાવા અને દસ્તાવેજો સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. આ કેસમાં અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 8 આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, જ્યારે કાર્તિક પટેલ સામેની તપાસ હજુ ચાલુ છે અને તેને માટે પુર્ણ ચાર્જશીટ પાછળથી રજૂ કરાશે.
આ પણ વાંચો: Bharuch: સિવિલ હોસ્પિટલમાં બની એક અજીબ ઘટના, અધૂરા મહિને બાળકનો જન્મ અને...
PM-JAY ગાંધીનગરથી SOP તથા દસ્તાવેજો રજૂ કરાયા
ગુના સાથે સંકળાયેલી તપાસમાં 105 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે અને તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. BNS 183 મુજબ, કુલ 7 સાહેદોના નિવેદનો લેવામાં આવ્યા છે, જે ગુનામાં મહત્વપૂર્ણ સાક્ષી તરીકે જવાબદારી ધરાવે છે. તપાસ દરમ્યાન 19 ઇલેકટ્રોનિક્સ પુરાવા અને 36 ફાઈલ કબ્જે કરવામાં આવ્યાં, જે ગુનાની ગહનતા અને વ્યાપકતા દર્શાવે છે. તેમજ, 11 રજીસ્ટર પણ કબ્જે કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Dahod: 4 માસની બાળકીને ડામ આપનાર આરોપીને કતવારા પોલીસે કર્યો રાઉન્ડ-અપ
સરકારની તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પૂરાવા રજૂ કરાયા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, PM-JAY અને બજાજ એલિયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના SOP તથા દસ્તાવેજો તેમજ સરકારની તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. વધુમાં, હોસ્પિટલના ઓડીટ રીપોર્ટ સાથે ROCમાંથી પ્રાપ્ત માહિતી પણ તપાસમાં ઉમેરવામાં આવી છે. કુલ 34 બેન્કના ખાતાની માહિતી મેળવી તપાસને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ સાથે સાથે મિલ્કત સબંધિત નોંધણી નિરીક્ષકની કચેરીમાંથી પણ માહિતી મેળવી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, દર્દીઓના 37 હિસ્ટ્રી ફોર્મ પણ કબ્જે કરવામાં આવ્યા છે, જે દાવાઓને સાબિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો